રાહ જોતા રહો, કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ૩પ૦નું વેઈટિંગ લિસ્ટ!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દર વર્ષે ૧૩ માર્ચે 'વર્લ્ડ કિડની ડે’ મનાવાય છે અને સરકાર તેમજ એનજીઓ દ્વારા ખાનગી અને જાહેર ઈસ્પિતાલો સાથે મળીને ઢગલાબંધ કાર્યક્રમો કરાય છે. બધા આ દિવસે કિડનીની જાળવણી ઉપરાંત મૃત્યુ બાદ કિડનીના દાનની મહત્તાની વાતો કરે છે, પરંતુ સામે તેટલી જ વરવી વાસ્તવિકતા એ છે કે આપણે ત્યાં કિડનીના દાન બાબતે લોકોમાં કોઈ જાગૃતિ જ નથી.

કદાચ આ કારણે જ અમદાવાદના કિડની ઇન્સ્ટિ‌ટયૂટમાં દર મહિ‌ને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે આવતા સરેરાશ ૩પ૦ લોકો પાસે માત્ર અને માત્ર લાંબા લચક વેઈટિંગ લિસ્ટમાં નામ નોંધાવીને રાહ જોયા સિવાય કોઈ વિકલ્પ નથી. બ્રેઇનડેડ જાહેર થયેલી વ્યક્તિનાં અંગદાનથી એક સાથે પાંચ વ્યક્તિને નવજીવન પ્રાપ્ત થઇ શકે છે. આમછતાં વેઈટિંગ લિસ્ટ લંબાતુ જ જાય છે.

સિવિલ કેમ્પસ સ્થિત કિડની ઇન્સ્ટિ‌ટયૂટના ડાયરેકટર ડો. એચ. એલ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, જાન્યુ-૨૦૧૩થી ફેબ્રુઆરી-૨૦૧૪ સુધીમાં કુલ ૪પ૦ જેટલાં સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કરાયાં છે. પરિવારજનોનું બ્લડગ્રુપ મેચ થાય તે દર્દીનું તાત્કાલિક કિડની ટ્રાન્સપ્લાન્ટ શકય બને છે. ઇન્સ્ટિ‌ટયૂટમાં પ્રતિ માસ પાંચ હજારથી વધુ દર્દીઓનું ડાયાલિસીસ થાય છે અને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય અને ડોનર હોય તેવા દર્દીનું તાત્કાલિક ધોરણે ઓપરેશન કરાય છે. પરંતુ, જે દર્દી પાસે ડોનર ન હોય તેમણે તો અંગદાન પર જ આધાર રાખવો પડે છે. આ કારણે જ હાલ હોસ્પિટલમાં દર મહિ‌ને કિડની માટે દરેક બ્લડગ્રુપના દર્દીઓમાં ૩પ૦ જેટલું લાંબું વેઇટિંગ ચાલી રહ્યું છે. અહીં દરરોજ ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશનાં દર્દીઓ પણ સારવાર અને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે આવે છે.

આગળ વાંચો કેટલુ અગત્યનું છે દેહદાન