બીએમડબ્લ્યૂ કાંડ : જામીન મેળવવા વિસ્મય શાહની હાઇકોર્ટમાં અરજી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના ચકચારી બીએમડબ્લ્યૂ કાંડના આરોપી વિસ્મય શાહે જામીન મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજી કરી છે.

અમદાવાદ જિલ્લાની ગ્રામ્ય અદાલતે તેની જામીન અરજી ફગાવી કાઢતા આ મુદ્દાને તેણે હાઇકોર્ટ સમક્ષ પડકારી જામીનની માગ કરી છે. આ કેસની સુનાવણી ગુરુવારના રોજ નીકળે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે આ મહિ‌નાની શરૂઆતે વિસ્મયની જામીન અરજી ફગાવી કાઢવામાં આવી હતી.