મોજશોખ પૂરા કરવા વાહનો ચોરનાર પકડાયો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વૈભવી મૌજશોખ પૂરા કરવા એક જ અઠવાડિયામાં ત્રણ કાર અને એક બાઈકની ચોરી કરનાર રીઢા ચોર રસીક વાઘેલાને વટવા પોલીસે ઝડપી લીધો છે.ઉલ્લેખનીય છે કે રસીક અગાઉ ૧૨ વાહન ચોરીના ગુનામાં પકડાયો હતો અને તેની પાસા હેઠળ પણ ધરપકડ કરવામાં આવી હતી અને તે ત્રણ માસ અગાઉ પાસામાંથી છુટીને બહાર આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે પોલીસથી બચવા માટે રસીક હોસ્પિટલોના પાર્કિગમાં ચોરી કરેલા વાહન પાર્ક કરી દેતો હતો. સેકટર-૨ના જેસીપી સિધ્ધરાજસિંહની બાતમીના આધારે વટવા પીઆઈ કુંભરવાડિયાએ વટવા શાસ્ત્રી બ્રિજ પાસેથી ચોરી કરેલી મારુતિ ફ્રન્ટી કારમાં પસાર થઇ રહેલા રસીક દેવશિભાઇ વાઘેલા(દેવી પૂજક)(૩૦)(રહે.બરવાડા ગામ,)ને ઝડપી લીધો હતો.કાર વિશે પોલીસે રસીકની પૂછપરછ કરતા તે કાર તેણે પાંજરા પોળ અટીરા પાસેથી ચોરી કરી હોવાની કલુબાત કરી હતી.