પેટ્રોલ પંપમાં યોજાઇ વડ પુજા, આવો નજારો અમદાવાદમા જ દેખાય, વીડિયો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

: જુઓ એક બાજુ ગાડીઓમાં પેટ્રોલ ભરાય બીજી બાજુ પુજા થાય, મેટ્રોની મજબુરી

આજે વડ પુજા હોઇ અમદાવાદમાં ઠેરઠેર વડ પુજા યોજાઇ પરંતું અમદાવાદ એસ.ટી સ્ટેંડ પાસે સ્થિત પેટ્રોલ પંપ પર અનોખો નજારો જોવા મળ્યો. અહીં પેટ્રોલ પંપને અડીને એક પ્રાચિન વડ દાદા સ્થિત છે. અહીં આજે વડ પુજનું આયોજન કરવામાં આવ્યુ હતું. એસ ટી સ્ટેન્ડની આસ-પાસ મારવાડી કોન્યુનિટીના લોકો મોટી સંખ્યામાં રહેતા હોવાથી વડ પુજા માટે મહિલાઓની ભીડ જામી હતી. એક બાજુ પેટ્રોલ પંપ પર વાહનોમાં પેટ્રોલ ભરાઇ રહ્યુ હતું તો બીજી બાજુ પંડીત જી મંત્ર જાપ કરી રહ્યા હતા. આવો અનોખો નજારો તો અમદાવાદમાં જ જોવા મળે. જોકે શહેરમાં વૃક્ષો ઘટી રહ્યા હોવાથી જ્યા વૃક્ષ દેખાય ત્યા પુજા કરવા સીવાય આજની 'સાવિત્રીઓ' પાસે બીજો રસ્તો પણ નથી.

ધાર્મિક માન્યતા છે કે વટવૃક્ષની પૂજા લાંબી આયુષ્ય, સુખ-સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય આપનારની સાથે જ દરેક રીતે કલહ અને સંતાપ મટાડનારી હોય છે. પણ આ વ્રતના વ્યવહારિક અને વૈજ્ઞાનિક બાજુ પર પમ વિચાર કરીએ તો આ વ્રતની સાર્થકતા વધારે સ્પષ્ટ થશે.

વટ એક વિશાળ વૃક્ષ હોય છે, જે પર્યાવરણની દ્રષ્ટિથી એક પ્રમુખ વૃક્ષ છે. કારણ કે આ વૃક્ષ પર અનેક જીવો અને પક્ષિઓનું જીવન નિર્ભર રહે છે. હવા શુદ્ધ કરનાર અને માનવની જરૂરીયાતોની પૂર્તિમાં પણ વૃક્ષની મહત્વની ભૂમિકા હોય છે.

પ્રાચીન કાળમાં માનવ ઈંધણ અને આર્થિક જરૂરીયાતોની પૂર્તિ કરવા માટે લાકડીઓ પર નિર્ભર રહેતા હતા. કારણ કે વરસાદની ઋતુમાં વૃક્ષોને ફેલાવાનો સારો સમય હોય છે.

તે દરમ્યાન અનેક પ્રકારના ઝેરી જીવ-જન્તુ પણ જંગલમાં ફરે છે. આ માટે વર્ષા કાળ તથા તેના શરૂ થવાના કેટલાક સમય પહેલા વૃક્ષોની કાપણીથી બચાવવાની સાથે માનવ જીવનની રક્ષા માટે પણ આવા વ્રત વિધાન ધર્મની સાથે જોડેલા છે. જેથી આવી ઋતુમાં વૃક્ષને પણ ફળ-ફૂલ અને તેનાથી જોડાયેલી જરૂરીયાતો વધારે સમય સુધી પૂર્તિ રહે છે.