તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અ’વાદની અરાજક્તાઃ 'મેયર તેરી લુખ્ખાગીરી...’ના સૂત્રોચ્ચાર સાથે તોડફોડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મેટરનિટી હોમ-સબ ઝોનલ ઓફિસ મુદ્દે સ્થાનિક રહીશો વીફર્યા
દાણીલીમડામાં ભૂમિપૂજન રદ થતાં મેયર ઓફિસમાં તોડફોડ


અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરના પ્રથમમાળે મેટરનિટી હોમ અને અર્બન હેલ્થ સેન્ટર પાસેના પ્લોટમાં સબ ઝોનલ ઓફિસના ભૂમિપૂજનનો કાર્યક્રમ રદ થવાથી કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણની આગેવાનીમાં ૧૦૦ મહિ‌લા-પુરુષોનું ટોળું કાળા ઝંડા-વાવટા સાથે મેયર ઓફિસ પહોંચી ગયા હતા અને મેયરની ઓફિસ બહાર ભારે તોડફોડ કરી હતી. આ હોબાળો અડધો કલાક સુધી ચાલ્યો હતો ત્યાં સુધી ભાજપના આગેવાનો કે અધિકારીઓ આવ્યા ન હતા. બાદમાં પોલીસે ફરિયાદ નોંધવાની કામગીરી શરૂ કરી હતી.

કોર્પોરેશનન દ્વારા સોમવારે શહેરના વિવિધ વિસ્તારોમાં સાત સ્થળોએ ભૂમિપૂજન અને લોકાર્પણના કાર્યક્રમો રખાયા હતા જેમાં અચાનક દાણીલીમડા વિસ્તારમાં મેટરનિટી હોમ અને સબ ઝોનલ ઓફિસના ભૂમિપૂજની તખ્તીઓ લાગી ગઇ હતી છતાં પણ રાતોરાત ભૂમિપૂજનનો કાર્યક્રમ રદ કરાયો છે. આમ દાણીલીમડા ર્વોડના કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણ તેથી ભારે નારાજ થયા હતા. દાણીલીમડા ર્વોડના કોર્પોરેટર પઠાણે જણાવ્યું કે,'અમદાવાદ મ્યુનિ.ના સત્તાધીશો દ્વારા દાણીલીમડા ર્વોડને અન્યાય કરવામાં આવે છે. બે વર્ષ પહેલા સબ ઝોનલ ઓફિસ બનાવવા માટે એક પ્લોટ ફાળવાયો હતો પણ પાછળથી આ પ્લોટ એક બિલ્ડરને આપી દેવાયો હતો. હવે જ્યારે ભૂમિપૂજન કરવાનું હતું ત્યારે અચાનક જ તેને રદ કરી નાંખવામાં આવ્યું છે. આમ દાણીલીમડા ર્વોડના વિકાસના કામો કરવાની વાતો
આવે ત્યારે સત્તાધીશોના પેટમાં તેલ રેડાય છે.’

અચાનક રાતે ૧૨ વાગ્યે મંડપ ઉતારી લેવાયો
મ્યુનિ.ના સત્તાધીશોએ લોકસભાની ચૂંટણી પહેલા મોટાભાગના વિકાસ કામોના ભૂમિપૂજન અને લોકાર્પણ કરવાની છડી લગાવી છે ત્યારે દાણીલીમડા વિસ્તારમાં મેટરનિટી હોમ અને સબ ઝોનલ ઓફિસનું ભૂમિપૂજન નક્કી કરાયું હતું જે માટે રાતે મોટા મંડપ બાંધવામાં આવ્યો હતો જ્યારે તખ્તીઓ પણ લગાડાઈ હતી. સોમવારની રાતે અચાનક મંડપ છોડી લેવાયો હતો જ્યારે હજુ પણ તખ્તીઓ લટકી રહી છે.

ભાજપના સત્તાધીશો એક કાંકરે બે પંખી મારી રહ્યાં છે
દાણીલીમડા ર્વોડમાં સબ ઝોનલ ઓફિસ જે પ્લોટમાં બની રહી છે તેનો ભાજપના એક આગેવાન વિરોધ કરી રહ્યાં છે. તેથી દરખાસ્ત મંજૂર થયા બાદ પણ મેયર મીનાક્ષીબહેન પટેલે ભૂમિપૂજન આખરી ઘડીએ રદ કરી નાંખ્યું હતું. આમ વિપક્ષના નેતા બદરૂદ્દીન શેખના વિસ્તારમાં ભૂમિપૂજનો કરીને તેઓ અન્ય કોંગ્રેસના કોર્પોરેટરો અને વિપક્ષના નેતા વચ્ચે ખટરાગ ઊભો થાય તેવો ખેલ પાડયો હતો પણ હોબાળાને કારણે તેમનો ખેલ ઊંધો પડી ગયો છે.

ભાજપના સત્તાધીશોનું કૃત્ય વખોડવા લાયક
દાણીલીમડા ર્વોડમાં સબ ઝોનલ કચેરી અને મેટરનિટી હોમ બનાવવાની દરખાસ્ત મંજૂર થઇ હતી મંગળવારે ભૂમિપૂજન કરવાનું નક્કી હતું પણ તેમણે અચાનક આ ભૂમિપૂજન રદ કરી નાંખ્યું છે ભાજપના સત્તાધીશોનું આ કૃત્ય વખોડવા લાયક છે.
-બદરૂદ્દીન શેખ, મ્યુનિ. વિપક્ષના નેતા

લોકોની રજૂઆતને કારણે ભૂમિપૂજન રદ કર્યું
દાણીલીમડા સબ ઝોનલ ઓફિસ જે પ્લોટમાં બની રહી છે તે સ્થળે ન બનવી જોઇએ તેવી સ્થાનિકોની રજૂઆત હતી તેથી ભૂમિપૂજન રદ કર્યુ છે તેના વિરોધમાં થયેલી તોડફોડ અયોગ્ય છે જેની સામે મ્યુનિ.એ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મયૂર દવે, મ્યુનિ. ભાજપ પક્ષના નેતા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો