વેજલપુર પોલીસની ટીમે યુપી જઈ અપહ્રત કિશોરીને છોડાવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૈસા માટે મોટી બહેને પતિ સાથે મળીને નાની બહેનનું અપહરણ કરાવીને ઉત્તર પ્રદેશમાં વેચી દીધાની વેજલપુરની ઘટનાએ ચકચાર મચાવી દીધી હતી. બહેનને હેમખેમ છોડવા માટે માતા-પિતા પાસે રૂ.૫ લાખની ખંડણી પણ માંગવામાં આવી હતી. આશરે ૧૦ દિવસ બાદ આ કિશોરીને અમદાવાદ પોલીસે ઉત્તર પ્રદેશ પોલીસની મદદથી હેમખેમ બચાવી લીધી છે. વાસણા ચંદ્રનગર રંગ સાગર ફલેટમાં રહેતા હરશભિાઇ ગાયકવાડની નાની દીકરી વૈશાલી (૧૬)નું ગત ૧૭ મેએ અજાણ્યા માણસો અપહરણ કરી લઇ ગયા હતા અને તેને છોડવા માટે રૂ.૫ લાખની ખંડણીની માંગણી કરી હતી.
આ અંગે વૈશાલીની માતા સુનંદાબહેને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં ખંડણીના ફોનનું લોકેશન ઉત્તર પ્રદેશના આગ્રાથી ૮૦ કિમી દૂર આવેલા જેતપુર તાલુકાના ફતેપુરામાં હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તપાસ અધિકારી પીએસઆઈ રામાવત બે કોન્સ્ટેબલ સાથે ત્યાં પહોંચ્યા હતા અને ગામના એક ખેતરની ઓરડીમાં બાંધીને રખાયેલી વૈશાલીને મુકત કરાવી બે દિવસ અગાઉ અમદાવાદ લાવ્યા હતા.

ક્રિષ્ના કોન્ફરન્સ કોલથી વાત કરતો
ક્રિષ્ના ખંડણી માટે દિવસમાં ચારથી પાંચ વખત કોન્ફરન્સ કોલથી સુનંદાબહેન અને પ્રીતિ સાથે વાત કરતો હતો, જેથી તેના નંબરની કોલ ડિટેઈલ કઢાવતા તેમાંથી પ્રીતિનો નંબર પણ મળી આવ્યો હતો. વૈશાલીના અપહરણમાં તેની બહેન પ્રીતિ,બનેવી દીપક અને ક્રિષ્ના સામેલ છે.

-નિર્લિપ્ત રાય, ડીસીપી ઝોન-૭

શેરડીનો રસ પીવડાવી બેભાન કરી
^વૈશાલીએ જણાવ્યું હતું કે તેનું અપહરણ કરીને લઈ ગયા બાદ તેને હાઈવે પર શેરડીનો રસ પીવડાવી દેતા તે બેભાન થઈ ગઈ હતી. ત્યાર બાદ તેના હાથ-પગ અને મોઢંુ બાંધીને લઈ ગયા હતા. જોકે પોલીસે વૈશાલીનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. -એચ. એમ. રામાવત, પીએસઆઈ વેજલપુર