તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શીલજમાં ક્રિકેટ પર સટ્ટો રમી રહેલા બે ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આરોપીઓ સાથે કાર, બાઈક, ટીવી, લેપટોપ સહિ‌તનો મુદ્દામાલ ઝડપાયો

એશિયા કપની શરૂઆત થતાં શહેરમાં એક તરફ ક્રિકેટ ફિવર જામી રહ્યો છે, તો બીજી બાજુ સટ્ટા બજાર પણ ગરમાયુ છે. એશિયા કપની મંગળવારના રોજ શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે બાંગ્લાદેશના ફાતુલ્લા શહેરના મેદાનમાં રમાયેલી મેચ રમાઈ હતી. આ મેચ પર સટ્ટો રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે બોપલ પોલીસે શીલજ ગામમાંથી બે શખ્સોને કાર, બાઈક, ટીવી, લેપટોપ સહિ‌ત રૂ.૭.૨પ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

બોપલ પોલીસે મંગળવારના રોજ મોડી રાતે સાડા નવ વાગ્યાના સુમારે શીલજ ગામમાં આવેલા કામેશ્વર ફલેટમાં દરોડો પાડી એશિયા કપની શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી મેચ પર સટ્ટો રમતા બે સટોડિયા ભરત ઈશ્વરભાઈ ઠક્કર (પ૩,આરોહી એલીગંજ બોપલ) અને પ્રકાશ ભૂદરભાઈ ઠક્કર (કામેશ્વર ફ્લેટ શીલજ)ની ધરપકડ કરી હતી.જ્યારે એક આરોપી અનિલ ઠક્કર પોલીસને થાપ આપી ફરાર થવામાં સફળ રહ્યો હતો. પોલીસે ઘટના સ્થળ પરથી ટીવી, બાઈક, કાર અને મોબાઈલ સહિ‌ત રૂ.૭.૨પ લાખનો મુદ્દામાલ ઝડપી લીધો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો