ગરમી બની જીવલેણ, રાજ્યમાં ગરમીથી ૩નાં મોત, હજુ બે દિવસ હિ‌ટવેવ રહેશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- રાજ્યમાં ગરમીથી ૩નાં મોત : હજુ બે દિવસ હિ‌ટવેવ રહેશે
-
હિ‌ટવેવની અસર ; અમદાવાદમાં ગરમીનો પારો ૪૩.૮ ડિગ્રીએ પહોંચ્યો
- ૪પ.૩ ડિગ્રી સાથે કંડલા સૌથી ગરમ


રાજ્યમાં હિ‌ટવેવનાં પ્રકોપ અને સૂકા ગરમ પવનોને કારણે રાજ્યના મુખ્ય નવ શહેરોનું મહત્તમ તાપમાન બુધવારના રોજ પણ ૪૩ ડિગ્રીને પાર કરી જતાં લોકો માથું ફાડી નાંખે તેવી ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. શહેરમાં ગરમી અને બફારાને કારણે લોકો ત્રાહિ‌મામ્ પોકારી ગયા હતા. સૌથી વધુ તાપમાન કંડલા એરપોર્ટ ખાતે ૪પ.૩ ડિગ્રી નોંધાયુ હતું. કાળઝાળ ગરમીના પ્રકોપને કારણે રાજ્યમાં ત્રણ લોકોએ જાન ગુમાવ્યા છે. આગામી ૩૬ કલાકમાં પણ અમદાવાદ સહિ‌ત રાજ્યનાં વિવિધ શહેરોમાં સુકાપવનનો સાથે હિ‌ટવેવનું પ્રમાણ યથાવત રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.
હવામાન વિભાગનાં આંકડાઓ મુજબ, બુધવારે અમદાવાદનું મહત્તમ કાલના ૪૪.૪ ડિગ્રીથી ઘટીને ૪૩.૮ ડીગ્રી નોંધાયુ હતું. સૂકા પવનોને પગલે શહેરમાં સવારથી જ ગરમી અને બફારાનું પ્રમાણ વધતાં લોકોએ ચામડી બાળતી ગરમીનો અનુભવ કર્યો હતો. બફારાને કારણે પરસેવાનું પ્રમાણ વધતાં લોકોને કાળઝાળ ગરમીથી બચવા છાંયડો શોધવાની તેમજ વારંવાર પાણી અને ઠંડા પીણાનો આશરો લેવાની સાથે ફરજ પડી હતી.

આગળ વાંચો ગરમીનો પારો ઊંચે ચડતાંની સાથે જ વોટર પાર્ક હાઉસ ફુલ