અ'વાદીની એન્ડ્રોઈડ એપ્લિકેશન કહેશે સાચુ રિક્ષા ભાડું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- યુનિક ઈન્વેન્શન: એન્જિનિયિંરગના સ્ટુડન્સે રિક્ષાભાડામાં નડતી મુશ્કેલીને દૂર કરવા માટે અમદાવાદી એન્ડ્રોઈડ એપ્લિકેશન તૈયાર કરી છે. જેના દ્વારા રિક્ષા ચાલક તમને ભાડાની બાબતે છેતરી નહીં શકે. આ માટે માત્ર જો તમારી પાસે એન્ડ્રોઈડ ફોન હોય તો તેના પરથી 'રિક ફેર’ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જ જરૂર રહે છે.
'સરકારે ભાવ ઘણા વધારી દીધા છે, હવે તો મિનિમમ ભાડું જ ૧પ રૂપિયા છે’ આવા ડાયલોગ જો તમે રિક્ષામાં મુસાફરી વધારે કરતાં હોવ તો તમારે અવારનવાર સાંભળવા પડતા હશે.. કેમ બરાબરને?? રિક્ષાચાલકના મિટર અને તેમના મિટર કાર્ડ પર ભરોસો કર્યા સિવાય બીજો કોઈ ઓપ્શન પણ ક્યાં હોય છે ? કેમ બરાબરને ? પણ જો તમારી પાસે એન્ડ્રોઈડ ફોન હોય તો તમે કરી લો એક 'રીક ફેર’ની આ એપ્લિકેશન ડાઉનલોડ. પછી રિક્ષાવાળા તમને છેતરી નહીં શકે. આ એપ્લિકેશન તૈયાર કરી છે. ગાંધીનગરની ગવર્નમેન્ટ કોલેજમાં અભ્યાસ કરતાં નીલ કડિયા અને નિયતી વડોદરિયાએ. આવો તેના વિશે જાણીએ.