નવરાત્રીના પાંચમા દિવસે ટ્રાફિકમાં ફસાયું અમદાવાદ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલબ્સમાં ગરબા પતાવી સોસાયટીમાં રમઝટ લોકોના ઘસારાથી ટ્રાફિક જામ સર્જા‍યા શનિવારની રાત્રે બીજા દિવસની રજાનો લાભ લેવા માટે જાણે કે આખું શહેર રસ્તા પર આવી ગયું હોય તેવો માહોલ સર્જા‍યો હતો. શહેરમાં ઠેર ઠેર ટ્રાફિકજામના દૃશ્યો સર્જા‍યા હતા. યુનાઇટેડ વર્લ્ડ ઇન્સ્ટિ‌ટયૂટ ઓફ ડિઝાઇનના વિદ્યાર્થી માનસ ભટ્ટે જણાવ્યું હતું કે મારે ગરબા ગાવા મારી ગર્લફ્રેન્ડ સાથે જવાનું હતું, પણ આઇઆઇએમ પાસેના ટ્રાફિકમાં હું એવો ફસાયો કે ટાઇમસર પહોંચી ન શક્યો અને તેના ગુસ્સાનો પ્રકોપ સહન કરવો પડયો. આ સાથે એક નવો ટ્રેન્ડ પણ જોવા મળ્યો હતો કે લોકો ક્લબમાં ગરબા માણવા જાય છે, ત્યાં ગરબા બાર વાગે પૂરા થતાની સાથે જ ખેલૈયાઓ પોતપોતાના કે મિત્રોની સોસાયટીઓમાં પહોંચી જાય છે. પોલીસની ઓછી કનડગતને કારણે ત્યાં મોડી રાત સુધી ગરબા રમી શકાય છે. કેટલીક સોસાયટીઓમાં તો રાત્રે ત્રણ વાગ્યા સુધી ગરબા ચાલે છે. આમ, બધી વાતમાં ડબલ મજા અને ડબલ ફાયદો શોધવાની ટેવવાળા અમદાવાદીઓ ગરબામાં પણ ડબલ ફાયદો લે છે. ક્લબમાં મોર્ડન ગરબાની મજા અને સોસાયટીમાં શેરી ગરબાની મજા.આ સાથે ક્લબ્સ અને શેરી ગરબામાં ફોરેનર્સ પણ ઢોલને તાલે થિરકતા જોવા મળ્યા હતા. તેમના ગુજરાતી ટ્રેડિશનલ પહેરવેશ જોઇને તો ભલભલા મોંમાં આંગળા નાંખી ગયા હતા. ઓઢણી, કાપડું, ગામઠી ચણિયા, કમખો, ચણિયાચોળી, પેચીસવાળા લેગિંગ્સ, કચ્છી પેચીસવાળા હાથ અને પગના પંજા, ટ્રેડિશનલ હેરમમાં છોકરીઓ જાણે કે સ્વર્ગમાંથી ઉતરી આવેલી અપ્સરાઓ જેવી લાગતી હતી.વીકએન્ડમાં હવે ગરબાનો માહોલ તેના અંતિમ ચરણમાં પહોંચશે ત્યારે લોકો પણ બમણા જોશથી ગરબે રમશે.