'રોજ સવારે ૪ વાગે ગાંધીજીનું ૧૯ હાથ લાંબું ધોતીયું ધોતો'

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધી મિત્ર એવોર્ડથી યુવાઓનું સન્માન કરાશે ગાંધી વિચારના માર્ગે ગ્રામ વિકાસ માટે કામ કરતા રાજ્યના ત્રણ યુવાનોને રાજ્યપાલના હસ્તે ગાંધી મિત્ર એવોર્ડથી સન્માનિત કરાશે એવોર્ડ સાથે ગાંધીજી સાથે સંકળાયેલી વસ્તુઓનું પ્રદર્શન ખૂલ્લું મુકાશે ગાંધી વિચાર આજે પણ કેટલો ઉપયોગી છે તેનો ખ્યાલ તો તેમને સમજીને જ આવે. થોડા સમય પહેલા ગાંધી વિચાર પર આધારિત ફિલ્મ મુન્નાભાઇએ પણ આવી જ સમજ દર્શકોને આપી હતી. વિચાર ટ્રસ્ટ દ્વારા ગાંધી વિચારને પોતાના જીવનમાં ઉતારીને સમાજ માટે ખાસ કરીને ગામડાના વિકાસ માટે કામ કરતા યુવાનોનું સન્માન કરવાનું નક્કી કરાયું. પહેલી ઓકટોબર ના રોજ ગાંધી મિત્ર એવોર્ડથી રાજ્યપાલ કમલાજીના હસ્તે રાજ્યના ત્રણ વ્યક્તિઓને એવોર્ડથી એનાયત કરાશે. વિશાલા ખાતે સવારે ૧૧.૩૦ વાગે વિચાર ટ્રસ્ટના પરિસરમાં આયોજીત થશે. જેમાં એવોર્ડમાં સ્મૃતિચિ, રૂ ૧૨ હજાર રોકડા અને પુસ્તકો આપવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નિવાસી સમતભાઇ ઝડા, બીજા બનાસકાંઠા જીલ્લાના વિરમપુરના શિલ્પાબેન વૈષ્ણવ અને ત્રીજા પંચમહાલ જીલ્લાના દેવગઢ બારીયાના કાશિબેન કનસિયાને એનાયત કરવામાં આવશે. આ એવોર્ડ માટે નિમાયેલી નિર્ણાયક કમિટીમાં ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક સુદર્શન આયંગર, ઇન્દુકુમાર જાની, હસમુખ પટેલ, બળવંતભાઇ દેસાઇ અને વિચાર ટ્રસ્ટના પ્રમુખ સુરેન્દ્રભાઇ પટેલ હતા. આ કમિટિ દ્વારા પ૦ નામ નોમિનેટ કરવામાં આવ્યા હતા. પસંદ થયેલા લોકો એવા વ્યક્તિઓ છે જેઓ ગ્રામ્યવિસ્તારોના વિકાસ માટે કામ કરી રહ્યા છે. આ એવોર્ડ સાથે વિશાલાના પરિસરમાં ગાંધીજી આધારિત વિવિધ કૃતિઓ અને તસ્વીરોનું એક ખાસ પ્રદર્શન યોજાઇ રહ્યું છે. જેમાં ગાંધીજીના અંતિમ સમયના અને ગાંધીજી માથે મુંડન કરાવી રહ્યાં છે, તેવા દુર્લભ ફોટોગ્રાફ રાજકોટની સંપદા સંસ્થા દ્વારા આપવામાં આવ્યા છે. આ એક્ઝિબિશન ૪ ઓકટોબર સુધી સાંજે ૪થી ૯ વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે. રોજ સવારે ૪ વાગે ગાંધીજીનું ૧૯ હાથ લાંબું ધોતીયું ધોતો મારે ગાંધીજીને નજદીકથી જોવા હતા અને તેમની સેવા કરવી હતી. તેથી હું રોજ સવારે ૪ વાગે આશ્રમ પર જઇને ગાંધીજીનું ૧૯ હાથ લાંબુ ધોતીયુ ધોતો હતો. રોજ સવારે કસ્તુરબા મને ચા બનાવીને આપતા હતા. તે ઉપરાંત ૧૯૩૦ની દાંડી યાત્રામાં આશ્રમથી ઇન્કમટેક્ષ ચાર રસ્તા સુધી જોડાયો હતો.-લક્ષ્મણસિંહ ચાવડા, વિસનગર