હવે ત્રણ દિવસ સુધી ટ્રાફિકના દંડ-મેમોમાંથી મુક્તિ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાફિકના ૭પ૦ જવાન સહિ‌ત શહેરમાંથી ૪ હજાર પોલીસ કર્મી ચૂંટણી બંદોબસ્તમાં મોકલાયા હતા

અમદાવાદના અંદાજે ૩૦ લાખ જેટલા વાહનચાલકોને ત્રણ દિવસ સુધી ટ્રાફિક પોલીસના મેમો - દંડ સહિ‌તની ખોટી હેરાનગતિમાંથી સંપૂર્ણ પણે મુકિત મળી હતી. જો કે આ માટે સરકારે કોઇ જાહેરનામું કે ખાસ ફરમાન બહાર પાડયું નથી. પરંતુ ગુજરાતમાં તા.૩૦ એપ્રિલના બુધવારે યોજાનારા લોકસભાની ચૂંટણીના મતદાનને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસના ૭પ૦ સહિ‌ત શહેરભરમાંથી ૪ હજાર પોલીસ કર્મચારીઓ ચૂંટણીના બંદોબસ્ત માટે અમદાવાદની બહાર મોકલાયા હતા.
જેની સામે બહારથી ચૂંટણીના બંદોબસ્ત માટે અમદાવાદ આવેલા પોલીસ કાફલામાંથી ૨૪પ રિક્રૂટ મહિ‌લા પોલીસ કર્મચારીઓને અમદાવાદમાં ટ્રાફિક નિયમન માટે મૂકવામાં આવી છે. જેથી બુધવાર સુધી અમદાવાદના તમામ રસ્તાઓ આ ૨૪પ મહિ‌લા પોલીસ કર્મચારીઓના હવાલે રહેશે. જો કે ટ્રાફિક પોલીસના ૭પ૦ જવાનોની સામે અમદાવાદમાં ટ્રાફિક નિયમન માટે રાજકોટ ઘંટેશ્વર એસઆરપી ગ્રૂપ-૧૩ ની ૨૪પ મહિ‌લા પોલીસ કર્મચારીઓને મૂકવામાં આવી હતા. આ તમામ મહિ‌લાઓએ સોમવારથી મોરચો સંભાળી લીધો હતો. પરંતુ તેમની પાસે વાહનચાલકને રોકવાની દંડ કે મેમો આપવાની સત્તા નહીં હોવાથી તેઓ વાહનચાલકોને રોકી શક્યા નહીં. જેથી વાહનચાલકો ત્રણ દિવસ માટે આનંદો.
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...