• Gujarati News
  • Threaten Commit Suicide By Ahmedabad Blast 21 Terror

અમદાવાદ બ્લાસ્ટના 21 આતંકીની જેલમાં ભૂખહડતાળ, આત્મહત્યા કરવાની પણ ધમકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- બળવો : બેરેકની બહાર સૂર્યપ્રકાશમાં ફરવા દેવાની માગણી સાથે આત્મહત્યા કરવાની પણ ધમકી
- સાબરમતી જેલમાં સુરંગકાંડ બાદ છૂટછાટો પાછી ખેંચાઈ હતી
અમદાવાદ : અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના સાબરમતી જેલમાં બંધ 21 આતંકીઓ છેલ્લા પાંચ દિવસથી સામૂહિક ભૂખ હડતા‌ળ ઉપર ઉતરી જઈ જેલર સમક્ષ આત્મહત્યા કરી લેવાની ચીમકી ઉચ્ચારતા તમામ સામે રાણીપ પોલીસમાં ફરિયાદ થઈ હતી. જેલની બસો ખોલીમાં બંધ રહેલા આતંકવાદીઓએ સનલાઈટ મેળવવા માટે અને બેરેકની બહાર ખુલ્લામાં તેમને ફરવા દેવામાં આવે તેવી જેલ સત્તાધીશો સમક્ષ માંગ કરી છે. આ માંગ પૂરી કરવા માટે તેઓ ભૂખ હડતાળ પર ઉતર્યા છે.

જુલાઈ 2008માં થયેલા અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં સંડોવાયેલા 47 આતંકવાદીઓ સાબરમતી જેલમાં કારાવાસ ભોગવી રહ્યા છે. સાબરમતી જેલમાં અગાઉ તેમને અભ્યાસ સહિતની છૂટછાટો મળી હતી પરંતુ તેમણે સુરંગકાંડ ખોદી ભાગી જવાનું સુવ્યવસ્થિત કાવતરું રચ્યું હતું. જે પકડાઈ જતા તેમને મળતી તમામ છૂટછાટ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. સુરંગકાંડ પછી તમામ 47 આતંકવાદીઓને બસો ખોલીની અંદર ચાર ખોલીમાં રાખવામાં આવે છે. આ ખોલીમાં સૂર્યપ્રકાશ નહીંવત મળતો હોવાથી અને તેમને બેરેકની બહાર જ કાઢવામાં નહીં આવતા ગઈ તા.15 ઓકટોબરથી સામૂહિક રીતે ભૂખ હડતાળ ઉપર ઉતરી ગયા છે.
આગળ વાંચો આતંકીઓને ભૂખ હડતાળ સમટેવા સમજાવાયા