બે દિવસ અખાત્રીજ, શુભ કાર્યો-નવી મિલકતની ખરીદી માટે શુભ દિવસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મહિ‌મા: ભગવાન વિષ્ણુનું અક્ષતથી પૂજન કરવાનું વિશેષ મહત્વ

વૈશાખ સુદ પક્ષની ત્રીજને અક્ષયતૃતીયા એટલે કે અખાત્રીજ કહેવામાં આવે છે. અખાત્રીજ સ્વયંસિદ્ધ મુહૂર્ત છે. આ દિવસે કરવામાં આવેલા દાન, પુણ્ય, હવન, પૂજન અને સાધના અક્ષત (સંપૂર્ણ) થાય છે. આ વર્ષે સોમવાર ૧૩મે, સોમવારના રોજ અખાત્રીજ આવે છે. જેને શાસ્ત્રો અનુસાર વણ જોયેલું મુહૂર્ત ગણવામાં આવે છે. આ દિવસે કોઇપણ શુભ અને માંગલિક કાર્યો જેવા કે, લગ્ન, વિવાહ, વાસ્તુ, જનોઇ કરવામાં આવે છે.નવા જમીન-મકાન-મિલકતની ખરીદી અને સોના- ચાંદીના ઝવેરાતોની ખરીદી માટે પણ આ દિવસ ઉત્તમ છે. આ દિવસના નામની અંદર જ તેનો મહિ‌મા છૂપાયેલો છે. અક્ષયતૃતીયાના નામ પ્રમાણે અક્ષય એટલે ક્યારેય ક્ષય ન પામે તેવા ત્રિવિધીના લાભ આપનારૂ શુભ મુહૂર્ત.

આગળ વાંચો, અખાત્રીજના દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન કરવાનો વિશેષ મહિ‌મા