• Gujarati News
  • Third Leaders In Urban Transport Planning And Management Program

ટ્રાન્સપોર્ટેશનનું પ્લાનિંગ સિટી પ્લાનિંગ વખતે જ થવું જોઇએ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રો. શિવાનંદ સ્વામી)
'થર્ડ લિડર્સ ઇન અર્બન ટ્રાન્સપોર્ટ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ’નો કાર્યક્રમ સોમવારે એએમએ ખાતે યોજાયો હતો. પ્રથમ અને દ્વિતિય ફેઝમાં બિલ્ડીંગ પ્રોગ્રામમાં ૬૪ જેટલાં ભારતભરમાંથી સિનિયર અને મિડ-લેવલ ગર્વન્મેન્ટ ઓર્ગેનાઇઝેશનનાં પ્રોફેશનલ્સે હાજરી આપી હતી.
અમદાવાદ : ધ મિનિસ્ટ્રી ઓફ અર્બન ડેવલપમેન્ટ, ગર્વન્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ધ વર્લ્ડ બેન્કની સાથે સેન્ટર ફોર એક્સલેન્સ ઇન અર્બન ટ્રાન્સપોર્ટ, સેપ્ટ યુનિવર્સિ‌ટી અને ઇન્સ્ટિ‌ટયુટ ઓફ અર્બન ટ્રાન્સપોર્ટના સંયુક્ત ઉપક્રમે 'થર્ડ લિડર્સ ઇન અર્બન ટ્રાન્સપોર્ટ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ’નો કાર્યક્રમ સોમવારે એએમએ ખાતે યોજાયો હતો. પ્રથમ અને દ્વિતિય ફેઝમાં બિલ્ડિંગ પ્રોગ્રામમાં ૬૪ જેટલાં ભારતભરમાંથી સિનિયર અને મિડ-લેવલ ગર્વન્મેન્ટ ઓર્ગેનાઇઝેશનનાં પ્રોફેશનલ્સે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મિનિસ્ટ્રી ઓફ અર્બન ડેવલપમેન્ટ ગર્વન્મેન્ટ ઓફ ઇન્ડિયાનાં અર્બન ટ્રાન્સપોર્ટનાં ડાયરેક્ટર આર.કે.સિંઘે હાજરી આપી હતી. તેમજ વર્લ્ડ બેન્કમાંથી અમેરિકાનાં સેમ ઝિમરમેન, અજય કુમાર, કે ફાંગ, થિએરિ ડેનિસ ડેસ્ક્લોઝએ હાજરી આપી, તેમજ ઇન્સ્ટિ‌ટયુટ ઓફ અર્બન ટ્રાન્સપોર્ટ ઓ.પીઅગ્રવાલે હાજરી આપી હતી.

આ પ્રસંગે આર.કે.સિંઘે કહ્યું હતું કે, સિટી પ્લાનિંગની સાથે જ અર્બન ટ્રાન્સપોર્ટેશનનું પ્લાનિંગ પણ કરવું જરૂરી છે. જે સમયે સિટીનું પ્લાનિંગ કરવામાં આવે ત્યારે શહેરનાં ટ્રાન્સપોર્ટેશનનું પણ આયોજન સાથોસાથ કરવું જોઇએ. જેથી શહેરને જે પ્રમાણે ડિઝાઇન કરવામાં આવે તે પ્રમાણે ટ્રાન્સપોર્ટેશન પણ લોકોને માટે પૂરું પાડી શકાય. શહેરોમાં જે રીતે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા શરૂ કરવામાં આવે છે, જેમ કે જ્યાં બસ સ્ટેન્ડ કે રેલ્વે સ્ટેશન બને ત્યાં આપોઆપ વિકાસ શરૂ થાય છે, જેથી અર્બન ડેવલપમેન્ટમાં ટ્રાન્સપોર્ટેશનનું આયોજન શહેરનાં વિકાસનાં ભાગરૂપે થવું જોઇએ.

ટ્રાન્સપોર્ટ -વિકાસને ઇન્ટિગ્રેટ કરવા જરૂરી

જ્યારે સેન્ટર ઓફ એક્સલેન્સ ઇન અર્બન ટ્રાન્સપોર્ટ સેપ્ટ યુનિવર્સિ‌ટીનાં પ્રો.એચ.એમ. શિવાનંદ સ્વામીએ જણાવ્યું કે, ઘણાં વર્ષોથી શહેરી વિકાસ અને ટ્રાન્સપોર્ટ એ બંનેને પ્રોફેશનલ અને એજ્યુકેશન એમ બંનેમાં જુદા વિષયો ગણવામાં આવે છે. શહેરી વિકાસ અને ટ્રાન્સપોર્ટને જુદાં ડિપાર્ટમેન્ટ્સ રખાય છે, જે ઇન્ટિગ્રેટેડ હોવા જોઇએ. કારણ કે શહેરી વિકાસમાં ઘર, ફેક્ટરી વગેરે બનાવીએ તો તે એમ્પ્લોયમેન્ટ અને એન્ટરટેઇન્મેન્ટ પૂરું પાડે છે, તેમને ઇન્ટિગ્રેટ કરતી વસ્તુ ટ્રાન્સપોર્ટ છે. તો આ નવો વિચાર છે કે ટ્રાન્સપોર્ટ અને શહેરીવિકાસને ઇન્ટિગ્રેટ કરવું જરૂરી છે.’

ટ્રાફિક સમસ્યા હળવી કેમ બને?

મોબિલીટી પૂરી પાડવી જોઈએ અર્બન લેન્ડયુઝ અને ટ્રાન્સપોર્ટમાં ઓછી જગ્યામાં વધારે લોકોને મોબિલીટી પૂરી પાડવાનું કામ પહેલાં કરવું જોઇએ. લોકો ટ્રાફિક જામની ફરિયાદ કરે છે. ત્યારે આપણે વ્હીકલને મૂવ કરવું છે કે લોકોને? વ્હીકલની વાત કરીએ તો એક કારમાં એક વ્યક્તિને મૂવ કરવા પાંચ સ્કવેર મીટર, જ્યારે બીએમડબલ્યુ ૧૦ સ્કવેર મીટર જેટલી જગ્યા રોકે છે. તો એક વ્યક્તિને મૂવ કરવું હોય તો ૦.૮ સ્કવેર મીટરની જગ્યા માત્ર રોકાય છે. તો તેવી પરિસ્થિતિમાં જ્યારે બસમાં વધારે લોકોને મૂવ કરી શકાશે. હવે એએમટીએસ અને બીઆરટીએસની ટિકિટ એક જ કરી દેવા માટેનાં પ્રયત્નો ચાલી રહ્યાં છે, જેથી લોકો કોઇપણ ટિકિટ લઇને કોઇપણ બસમાં ટ્રાવેલ કરી શકશે. પ્રો. શિવાનંદ સ્વામી

૩પથી ૪૦ કિલોમીટરની મેટ્રો બનશે

અમદાવાદમાં મેટ્રો ટ્રેન વિશે પ્રો. શિવાનંદ સ્વામીએ કહ્યું કે અમદાવાદમાં મેટ્રોની ડીપીઆર (ડીટેઇલ પ્રોજેકટ રિપોર્ટ) બનેલી છે. આવતાં મહિ‌નામાં તેની સેન્શન આવવાની સંભાવના છે. ૩પથી ૪૦ કિ.મી સુધી મેટ્રો બનશે. બાકીમાં બીઆરટીએસ અને બાકીમાં એએમટીએસ અને વધારામાં ઓટો રિક્ષા અને ફીડર્સ ચાલશે. જેથી શહેરમાં સિસ્ટમેટિક ટ્રાન્સપોર્ટેશન ડેવલપ થશે. સુવિધા આપ્યા બાદ કન્જેન્શન ચાર્જીસની વાત કરવી જોઇએ. પાકિગ અને પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા આપવી વધારે જરૂરી છે.