નવરંગપુરા જૈન ઉપાશ્રયમાંથી ચોરાયેલ ૨૬ મૂર્તિ‌ સાથે બે વોચમેન ઝડપાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઉપાશ્રયમાંથી પંચધાતુની અને જર્મન સિલ્વરની મૂર્તિ‌ઓ ચોરાઇ હતી

શહેરના હાર્દસમા નવરંગપુરા વિસ્તારમાં આવેલ રાજેન્દ્રસુરી જ્ઞાનમંદિર ઉપાશ્રયના ભોંયરામાંથી રૂપિયા ૧.૩૪ લાખની મત્તાની પંચધાતુ અને જર્મન સિલ્વર ધાતુની ૨૬ મૂર્તિ‌ઓ ચોરાઇ હતી. જે અંગે સંચાલકે નવરંગપુરાપોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ગુનેગારોને શોધતી હતી ત્યારેજ ક્રાઇમ બ્રાંચની ટીમે આ મૂર્તિ‌ ઓ ચોરનાર બે જૂના વોચમેનભાઇઓને મૂર્તિ‌ઓ સાથે ઝડપી લીધા હતા.

નવરંગપુરા મીઠાખળી સ્થિત રાજેન્દ્રસુરી જ્ઞાનમંદિર ઉપાશ્રયના ભોંયરામાં રાખવામાં આવેલી પંચધાતુની ૨૬ મૂર્તિ‌ઓ તથા જર્મન સિલ્વર ધાતુની ૧૨ થાળીઓ અને પિત્તળના વાસણો મળી કુલ રૂપિયા ૧.૩૪ લાખની મત્તા ચોરાઇ હતી. જે અંગે સંચાલક પ્રવીણચંદ્ર શેઠે નવરંગપરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તે અંગે તપાસ આદરી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે થોડા સમય પહેલા જૈન ઉપાશ્રયમાંથી ભગવાન મહાવીરની મૂર્તિ‌ની ચોરી કરનાર ચોર એલિસબ્રિજ વિક્ટોરિયા ગાર્ડન પાસે સગેવગે કરવા બેઠા છે. તેથી ટીમે ત્યાં પહોચીને રમેશ ઉર્ફે સસલો લાલસિંઘ કટારા(૪૦) તથા અશોક ઉર્ફે કનુભાઇ લાલસિંઘ કટારા(૨૭-બન્ને રહે. રાજેન્દ્રસુરી,નવરંગપુરા મૂળ રહે. રાજસ્થાન) ને ઝડપી લીધા હતા.

તસવીરઃ વિજય જવેરી