શુક્ર અને સૂર્યના સંક્રમણ પર સાયન્ટિફિક વર્કશોપ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિવિધ સાધનોથી સંક્રમણનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન થશે તા. પ અને ૬ જૂન ૨૦૧૨ના રોજ પી.જી. ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્રોટ્રોનિક સાયન્સ ગુજરાત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ એલિસબ્રિજ અમદાવાદ ખાતે બે દિવસના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં નામાંકિત ખગોળ વૈજ્ઞાનિકો શુક્રના સંક્રમણનું મહત્વ બતાવશે. આ વર્કશોપમાં ખગોળ વૈજ્ઞાનીક ધનંજય રાવલ શુક્રના સંક્રમણ જેવી ઘટનાથી બ્રહ્માંડમાં અન્ય કોઇ સૂર્ય મંડળ કઇ રીતે શોધી શકાય તેની સમજાવશે.પીઆરએલના નિવૃત્ત વૈજ્ઞાનિક ડો. જે એન દેસાઇએ શુક્ર, પૃથ્વી અને મંગળ એક જ કદના હોવા છતા તેઓમાં ઘણી બધી વિષમતાઓ કેમ છે તે સમજાવશે. પ્રો. ડી.બી. વૈદ્ય શુક્રના વાતાવરણ અંગે પ્રકાશ પાડશે. પીઆરએલના પૂર્વ વૈજ્ઞાનીક એચ.એસ.મજુમદાર ખગોળશાસ્ત્રમાં ઇલેકટ્રોનીકનો રસપ્રદ ઉપયોગ કઇ રીતે કરી શકાય તે સમજાવશે. ગુજરાત આર્ટસ એન્ટ સાયન્સ કોલેજના પી.જી. ડિપાર્ટન્ટ હેડ તથા વર્કશોપ કોર્ડિનેટર ડો. લીના રાવલ શુક્રના સંક્રમણનું નિર્દશન વિવિધ પ્રકારના ટેલિસ્કોપ, બોકસ ટાઇપ પીન હોલ કેમેરા અને સીસીડી કેમેરા દ્વારા લાઇવ ર્રેકોડીગ તેમજ વોલ પ્રોજેકશન કઇ રીતે કરવું તેની સમજ આપશે. સમગ્ર ભારતમાં આ પ્રકારના એક જ વર્કશોપનું આયોજન થયેલ છે, તેથી નાસાએ આ સંસ્થાને પોતાની વેબસાઇટ પર રજિસ્ટર કરેલ છે. બીજા દિવસે ૬ જૂને સવારે પ.૩૦થી ૧૧.૨૨ વાગ્યા સુધી આ ઘટના જોઇ શકાશે. આ કાર્યશિબિરમાં ભાગ લેવા ઇચ્છુક વ્યક્તિઓએ સંસ્થા ખાતે ડો. નિલા રાવલનો સંપર્ક કરીને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.