રાહેજાને જમીન આપવા જરૂરી તમામ પ્રક્રિયાને અનુસરાઇ છે: સરકાર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આઇટી પાર્ક માટે રાહેજા લિ.ને હરાજી વિના જમીન આપવાના મુદ્દે સોગંદનામું
- સરકારે નજીવી કિંમતે જમીન આપી રાજ્યની તિજોરીને કરોડોનું નુકસાન કર્યું છે : અરજદાર


ગાંધીનગર નજીક આવેલા કોબા સર્કલ પાસેની જમીન આઇટી પાર્ક વિકસાવવા માટે કે. રાહેજા ર્કોપોરેશન લિ.ને હરાજી વિના જ આપી દેવાના મુદ્દે થયેલી જાહેરહિ‌તની અરજીનો રાજ્ય સરકારે સૈદ્ધાંતિક વિરોધ કર્યો હતો. રાજ્ય સરકારે આ મુદ્દે સોગંદનામું કરીને સ્પષ્ટ કર્યું હતું કે,'રાજ્ય સરકારે શહેર અને અન્ય વિસ્તારોમાં જમીન ફાળવણીની પ્રક્રિયામાં કોઇ પ્રકારની ગેરરીતિ કે ભ્રષ્ટાચાર ન થાય તે માટે મલ્ટિ ટાયર વૈજ્ઞાનિક પ્રદ્ધતિ અપનાવી છે. જેને અનુસરીને જ રાહેજા કંપનીને જમીનની ફાળવણી કરાઈ છે.’

મહેસૂલ વિભાગના અંડર સેક્રેટરી જે.એમ.મિશન મારફતે મુખ્ય સરકારી વકીલ પ્રકાશભાઇ જાનીએ આ સોગંદનામામાં એવી રજૂઆત કરી હતી કે,'કોઇ પણ એક અધિકારી દ્વારા જમીનની કિંમત નક્કી કરવાની પ્રક્રિયામાં થતી ભૂલ કે ગેરરીતિને અટકાવવા માટે રાજ્ય સરકારે મલ્ટિ ટાયર સિસ્ટમ વિકસાવી છે. જેમાં ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રાઇસિંગ કમિટી બનાવાઇ છે. જે ટાઉન પ્લાનરે જમીનની કિંમતની કરેલી ભલામણને ચકાસતી હોય છે. આ કેસ સંબંધિત જમીન સંબંધ ડીએલપીસીએ ૩૦૦ રૂ. પ્રતિ ચો.મી.નો ભાવ નક્કી કર્યો હતો. જેથી તેની કિંમત લગભગ પ૦ લાખ જેટલી થતી હતી. ત્યારબાદ ચીફ ટાઉન પ્લાનરે ભાવોમાં રૂ.૪૭૦ સુધીના ફેરફારો કર્યા હતાં. અરજદારે રિટ દ્વારા સરકારની તિજોરીને કરોડોનું નુકસાન થયું હોવાની રજૂઆત કરી છે.