અમદાવાદમાં આતંકવાદી ઘૂસ્યાના નનામા ફોનથી પોલીસ દોડતી થઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બુધવારે મોડી રાત્રે કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો

આતંકવાદીઓ ઘૂસ્યા હોવાનો નનામો ફોન આવવાથી પોલીસ દોડતી થઈ હોવાનો બનાવ તાજેતરમાં જ બન્યો હતો. કંટ્રોલ રૂમમાં બુધવારની મોડી રાત્રે આવેલા એક નનામા ફોનથી વટવા જીઆઈડીસી વિસ્તારમાં આતંકવાદીઓ ઘૂસ્યા હોવાના સમાચાર આપવામાં આવ્યા હતા. જેના પગલે ઝોન ૬ના તમામ પોલીસ મથકોનો સ્ટાફ દોડતો થયો હતો. પરંતુ અંતે આ ફેક કોલ હોવાના સમાચાર સાંપડતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો.

શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં બુધવારે મોડી રાત્રે ૧૧:૩૦ વાગે નનામા ફોન દ્વારા વટવા જીઆઈડીસી વિસ્તારમાં આતંકવાદીઓ ઘૂસ્યાના સમાચાર આપવામાં આવતાં ઝોન ૬ના વટવા, વટવા જીઆઈડીસી, મણિનગર, ઈસનપુર, દાણીલીમડા સહિ‌તના પોલીસ મથકોનો સ્ટાફ તેમજ એસીપી, ડીસીપી સહિ‌ત મોડી રાત્રે દોડતાં થયા હતા.

આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો...