તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મધ્યપ્રદેશથી હથિયારોની હેરાફેરીમાં ૧૭ વર્ષનો લબરમૂછીયો પકડાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- હથિયારોની હેરાફેરીમાં સગીરના ઉપયોગનો પ્રથમ કિસ્સો

યુ.પી અને મધ્યપ્રદેશથી દેશી બનાવટના હથિયારોની મોટાપાયે થતી હેરાફેરીમાં પ્રથમ વખત ૧૭ વર્ષનો સગીર પકડાયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ક્રાઈમ બ્રાંચે સગીરને પકડયો ત્યારે તેણે પેન્ટના નેફામાં બેલ્ટની વચ્ચે 'શોર્ટ ગન’ સંતાડી રાખી હતી. પોલીસે અમદાવાદમાં જ રહેતા માતા-પિતાને બોલાવી દીકરાને સમજાવવાની સલાહ આપી સગીરને મુકત કરાયો હતો.

ક્રાઈમ બ્રાંચના પી.આઈ કે.પી.પટેલના સ્ક્વોડના પી.એસ.આઈ કે.ડી.સુવેરાના સ્કવોડને મળેલી બાતમીના અધારે પોલીસ ટીમે એક સગીરને શોર્ટ ગન સાથે ઝડપી પાડયો હતો. પૂછપરછ કરતા તેણે મધ્યપ્રદેશના ભીંડ ખાતેથી વેપન્સ લાવ્યાનું જણાવ્યું હતું. જોકે, ત્યાંથી કોણે અને અહીં કેમ લાવ્યો તે અંગેની પૂછપરછ કરતા સગીરે હરખ સુધ્ધાં ઉચ્ચાર્યો ન હતો. ક્રાઈમ બ્રાંચના સૂત્રોના કહેવા પ્રમાણે, સગીરના માતા-પિતા અમદાવાદમાં જ રહે છે અને તેમનો ૧૬ કે ૧૭ વર્ષીય પુત્ર ભીંડમાં તેના કાકા સાથે રહી અભ્યાસ કરે છે. હાલ તે ધોરણ.૧૨માં ભણતો હોવાનું ક્રાઈમ બ્રાંચને જાણવા મળ્યું છે.


ધો.૧૦ના સ્કૂલ પ્રમાપત્ર પરથી ઉંમરની ખરાઈ થશે

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કાયદા મુજબ સગીરને હાલ મુકત કરાયો છે. પરંતુ તેના ધો.૧૦ના પ્રમાણપત્રના આધારે તેની સાચી ઉંમરની પ્રોબેશનર ઓફિસર્સ દ્વારા ખરાઈ કરાશે. સાચી ઉંમર મળ્યેથી કોર્ટ સમક્ષ કેસની ચાર્જશીટ કરાશે અને સગીરને તેના માતા-પિતા સાથે કોર્ટમાં હાજર રહેવું પડશે.

'બંદૂક રાસ્તે મેં પડી હુઈ થી ’
ચબરાક સગીરની પૂછપરછમાં તેણે ક્રાઈમ બ્રાંચના અધિકારીએ પૂછતા તેણે ગોળગોળ જવાબ આપ્યો હતો. છેલ્લે તેણે 'બંદૂક રાસ્તે મેં પડી હુઈ થી’ તેવું જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો