• Gujarati News
  • Technology Benefits : AMC Provide Online Marriage Certificate

ટેકનોલોજીનો લાભાલાભ : અમદાવાદમાં મેરેજ સર્ટિફિકેટ ઓનલાઈન મેળવી શકાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિલ કોર્પોરેશન દ્વારા અત્યારસુધી મેરેજ સર્ટિફિકેટ મેન્યુઅલી આપવામાં આવતા હતા. જેને બદલે હવે આ સર્ટિફિકેટ કમ્પ્યૂટરાઈઝડ ઓનલાઈન આપવા માટે મ્યુનિ.કવાયત શરૂ કરી છે. ઓનલાઈન સર્ટિફીકેટ મેળવવા ઈચ્છુક વ્યક્તિએ મ્યુનિ.કોર્પો.ની વેબસાઈટ પર નિયત કરેલા ફોર્મમાં લગ્નની સઘળી વિગતો ભરી તેને અપલોડ કરવાનું રહેશે.

-હવે, અમદાવાદમાં મેરેજ સર્ટિફિકેટ ઓનલાઈન મેળવી શકાશે
-ટેકનોલોજીનો લાભ: તમામ વિગતો મ્યુનિ.ની સાઈટ પર અપલોડ કરી જરૂરી પુરાવા જોડ્યા પછી સિવિક સેન્ટર પરથી સર્ટિફિકેટ મળી જશે
-નવા ફેરફારથી લોકોને મ્યુનિ.ની ઓફિસે ધક્કાની ઝંઝટમાંથી મુક્તિ

અપલોડ કરેલ ફોર્મની પ્રિન્ટ અને તેની સાથે જરૂરી પુરાવાઓનું બિડાણ સામેલ કરી જે તે વોર્ડના સિવિક સેન્ટર ખાતેથી સર્ટિફિકેટ મેળવી શકાશે. જે તે વ્યક્તિએ રજૂ કરેલા ફોર્મની ચકાસણી વોર્ડ કલાક તેના કમ્પ્યૂટરમાં ઓનલાઈન ચકાસી લે જેના કારણે સર્ટિફિકેટમાં થતી ભૂલને અવકાશે રહે નહીં. એકાદ મહિનામાં આ પ્રક્રિયા શરૂ કરી દેવાશે.

લગ્ન નોંધણી અધિનિયમ, 2006 અનુસાર 1 જાન્યુઆરી, 2008થી અમદાવાદ શહેરમાં થયેલ લગ્ન અંગે લગ્નનોંધણી કરી મ્યુનિ.દ્વારા લગ્ન પ્રમાણપત્ર ઈસ્યુ કરાય છે. આ માટે શહેરના જુદા જુદા વિસ્તાર તથા 64 વોર્ડમાં લગ્નની નોંધણી થાય છે અને પ્રમાણપત્ર ઈસ્યુ કરવામાં આવે છે. અમદાવાદ શહેરમાં લગ્ન થયા હોય તો મ્યુનિ.તે અંગેનું પ્રમાણપત્ર ઈસ્યુ કરે છે. જરૂરી દસ પ્રકારના પુરાવાઓ રજૂ કરવાથી પ્રમાણપત્ર મળે છે. પરંતુ અત્યારસુધી આ પ્રમાણપત્ર મેન્યુઅલી અપાતું હતું અને તે માટે લોકોને ધક્કા ખાવા પડતા હતા.
આગળ વાંચો ફોર્મ અપલોડ થતાં જ કોપી મેરેજ રજિસ્ટ્રાર પાસે જતી રહેશે, મોબાઈલ પર એલર્ટ પણ મળશે