વિદ્યાર્થિ‌ની સાથે અડપલાં કરનાર શિક્ષકને કાઢી મુકાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વસ્ત્રાલની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થિ‌ની સાથે શારીરિક અડપલાં કરનાર શિક્ષકની સામે ફરિયાદ થયા બાદ શાળાના સત્તાવાળાઓએ તેને કાઢી મૂક્યો હોવાની વિગતો મળી છે.

વસ્ત્રાલની શાળામાં ધો. ૭માં અભ્યાસ કરતી વિદ્યાર્થિ‌ની સાથે શિક્ષક અડપલાં કરતા હતા. આથી વિદ્યાર્થિ‌ની શાળામાં જતી ન હતી તેમજ ઘરે પણ ગૂમસૂમ બેસી રહેતી હતી. જેથી માતા-પિતાએ તેના કલાસમાં ભણતી અન્ય વિદ્યાર્થિ‌નીઓની પૂછપરછ કરતાં મામલો બહાર આવ્યો હતો.

વાલીઓએ શાળાના સત્તાવાળાઓને ફરિયાદ કરતાં આ શિક્ષકને શાળામાંથી બહાર કાઢી મૂકયો હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે ઉચ્ચ સત્તાવાળાઓએ આવી કોઈ ફરિયાદ ન મળી હોવાનું કહ્યું હતું.