ટેબલ સેટિંગ: ગુજરાતી ફૂડ વખતે ડાર્ક ટેબલ પ્રોપર્ટી સારી લાગે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના એક ફેશન સ્ટુડિયોમાં ‘ટેબલ સેટિંગ’ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈમેજ કન્સલટન્ટ હીના સોમાણી અને ડિઝાઈન કન્સલ્ટન્ટ અંજલિ તોલાણીએ ડાઈિનંગ ટેબલને કેવી રીતે સજાવી શકાય તે અંગેની ખાસ ટિપ્સ આપી હતી.

અમદાવાદ : શહેરના ‘ઓમાના ફેશન લક્ઝુરીઝ’માં ‘બ્યુટીફુલ ટેબલ સેટિંગ’ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક ફ્રી વર્કશોપ હતો. જેમાં બેસીક, ફોર્મલ અને કેઝ્યુઅલ ટેબલ સેટિંગ વિશે સમજાવવામાં આવ્યું હતું. આ વર્કશોપનું સંચાલન ઈમેજ કન્સલ્ટન્ટ અને ફેશન સ્ટાઈલીસ્ટ હિના સોમાણી અને ઈન્ટિરીયર આર્કીટેક અને ડિઝાઈન કન્સલ્ટન્ટ અંજલિ તોલાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં મિક્સીંગ અને મેચિંગ ગ્લાસવેર, ક્રોકરી અને કટલરીનું લેઆઉટ, ટેબલને ગ્લેમરસ બનાવવા કેવી રીતે ગોલ્ડ અને સિલ્વર એલિમેન્ટ યુઝ કરી શકાય, ફ્લાવર્સનો ઉપયોગ કેવી રીતે કરી શકાય ω તે તમામ બાબતો વિશે સમજાવ્યું હતું.

ટેબલ સેટિંગ : ડિનર કે લંચ માટે જ્યારે ગેસ્ટ ઘરે આવે છે. ત્યારે તે સમય દરમિયાન ડાઈનિંગ ટેબલમાં ટેબલ સેટિંગ મહત્વની ભૂમિકા ભજવે છે. ટેબલને સજાવવાની જે રીત છે તેને ટેબલ સેટિંગ કહેવામાં આવે છે. ટેબલ સેટિંગમાં ફોર્મલ અને કેઝ્યુઅલ સેટિંગ હોય છે. અને ટેબલ સેટિંગમાં કલર, સેન્ટરપીસ, લીનન, ક્રોકરી મહત્વની ભૂમિકા ભજવે છે.

ડાઇનિંગ ટેબલ સેટિંગ માટેની એક્સપર્ટ્સ ટિપ્સ

લેઝર કટ પ્રોડક્ટ : ટ્રેમાં કે પછી લેમ્પમાં જ્યારે લેઝર કટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હોય ત્યારે કલરફુલ કે પ્રિન્ટ્રેડ વસ્તુઓનો ઉપયોગ ના કરો.
કલર ફેમિલી : ટેબલ સેટિંગમાં કલર ફેમિલીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બધુ ડાર્ક કલરમાં ના લેવું. કોન્ટ્રાસ્ટ રાખવો. બ્લેક એન્ડ વ્હાઈટથી ડાઈનિંગ સજાવ્યું હોય તો ગોલ્ડ, પિંક જેવા સેન્ટર પીસ મૂકી શકો છો.
ફોર્મલ ડાઈનિંગ : ફોર્મલ ડાઈનિંગ બિઝનેસ પર્પઝથી પણ હોઈ શકે છે. બે કે તેથી વધુ કલર્સના લીનન ના હોવા જોઈએ. સોબર કલરના લીનન હોવા જોઈએ. આમાં જ સેન્ટરપીસ હોય છે તે એટ્રેક્ટિવ હોવુ જોઈએ પણ તેની હાઈટ ધ્યાનમાં રાખવી જરૂરી છે. વાતો કરતી વખતે સેન્ટરપીસ નડવું ના જોઈએ.
કેઝ્યુઅલ ડાઈનિંગ : કેઝ્યુઅલ ડાઈનિંગ સ્નેક્સ, ગેધરિંગ માટે પણ હોઈ શકે છે. આમાં તમે અલગ-અલગ કલર સાથે રમી શકો છો. મિક્સ એન્ડ મેચ પણ કરી શકો છો. કલરફુલ રાખી શકાય.
કેવું ફૂડ હોય ત્યારે કેવું ટેબલ સજાવી શકાય
ઈટાલીન ફૂડ : ઈટાલીયન ફૂડમાં હર્બ, ઓલીવ, એલપીનો હોય છે. ઈટાલીન ફૂડ સર્વ કરવાનો હોય ત્યારે ગ્રે કલર્સ, ઓલીવ ગ્રીન કલર્સ વધુ સારા લાગે છે.
ગુજરાતી ફૂડ : ગુજરાતી ફૂડ સર્વ કરતી વખતે ટેબલ પ્રોપ્રર્ટીમાં ડાર્ક, વાઈબ્રન્ટ, નેચરલ કલર્સ વધુ સારો લૂક આપશે.