જલારામ ક્રોસિંગ રોડ ઉપર ૩ વૃક્ષ કપાતાં હોબાળો મચ્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મ્યુનિ. રસ્તા પહોળા કરવાની કામગીરીના ભાગરૂપે ૩ વૃક્ષ કપાયા
- લોકોનું ટોળું ભેગું થઇ જતાં એક વૃક્ષ કાપવાનું બાકી રખાયું
- મામલો બિચકે તેમ લાગતા અધિકારીને ફોન કરી પરિસ્થિતિથી વાકેફ કર્યા


શહેરમાં વધતાં જતાં ટ્રાફિક અને તેને લગતી સમસ્યાના હલ માટે મ્યુનિ. દ્વારા રસ્તા પહોળા કરવા અને મોડલ રોડ ડેવલપ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે પાલડી જલારામ ક્રોસિંગ નજીક ૩ વૃક્ષ કાપવામાં આવતાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને વૃક્ષ કાપવા સામે વિરોધ વ્યકત કરતાં એક વૃક્ષ કાપવાનુ બાકી રાખી મ્યુનિ.કર્મચારીઓ રવાના થઇ ગયાં હતા.

પ્રાપ્ત માહિ‌તી અનુસાર, લો ગાર્ડનથી જલારામ ક્રોસિંગ થઇ પાલડી ચાર રસ્તા તરફના રસ્તાને મોડલ રોડમાં સમાવાયો હોવાથી તેની કામગીરી શરૂ કરવા માટે સૌપ્રથમ નડતરરૂપ વૃક્ષ કાપવા માટે મ્યુનિ.કમિશનરે મંજૂરી આપી હતી. તેથી ગાર્ડન ખાતા દ્વારા ગઇકાલે રાતે ૩ વૃક્ષ કાપી નાખવામાં આવ્યા હતા, પરંતુ આજુબાજુના રહીશોને આ વાતની જાણ થતાં તેઓ એકત્ર થઇ ગયાં હતા અને મ્યુનિ.કામગીરીનો વિરોધ કર્યો હતો.

આગળ વાંચો, મામલો ઉગ્ર બને તેવું લાગતાં કેવો નિર્ણય લેવાયો....