રુહાનિયતમાં છવાઈ જશે સૂફીના રંગ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ૮મી ફેબ્રુઆરીના રોજ વસ્ત્રાપુર એમ્ફિ થિયેટરમાં ભવ્ય સૂફી ફેસ્ટિવલ
અમદાવાદના સૂફી સંગીત રસિકો માટે એક ખુશીના સમાચાર છે. દેશની ૧૧ વર્ષ જુની સૂફી સંગીતની સફર હવે અમદાવાદ શહેરમાં આવી રહી છે. ૮ ફેબ્રુઆરી, શુક્રવાર ના રોજ ઓલ ઇન્ડિયા સૂફી એન્ડ માયસ્ટિક મ્યુઝિક ફેસ્ટિવલ અંતર્ગત 'રુહાનિયત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
બનયન ટ્રી ઓર્ગેનાઇઝેશન દેશભરમાં આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરે છે.અત્યાર સુધીમાં આ પ્રકારનો કાર્યક્રમ દિલ્હી, કોલકત્તા, હૈદરાબાદ, ચેન્નઇ, પુણે અને બેંગલોર જેવા શહેરોમાં યોજાઇ ચૂક્યો છે. તેના ૧૨ મા વર્ષે તેમાં અમદાવાદ અને રાયપુર શહેરનો સમાવેશ થશે.
કાર્યક્રમમાં સૂફી સંગીત પંરપરાની સદીઓ જૂની આધ્યાત્મિક સફરનો અહેસાસ થાય છે. તેમાં અમર થઇ ગયેલાં સુફી સંતોની રચનાઓ સંપૂર્ણ પરંપરાગત રીતે આ કલાકારો દ્વારા રજૂ કરવામાં આવશે. આમ, આ કાર્યક્રમ સંગીત રસિકો માટે એક જીવનભરનું સંભારણું બની રહેશે. આ કાર્યક્રમ ૮ ફેબ્રુઆરી, શુક્રવારના રોજ વસ્ત્રાપુર એમ્ફિથીયેટર ખાતે સાંજે ૭ કલાકે યોજાશે.