નેટનું પરિણામ જાહેર ન કરાતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુજીસી (યુનિવર્સિ‌ટી ગ્રાન્ટસ કમિશન) દ્વારા ગત ડિસેમ્બરમાં લેવામાં આવેલી યુજીસી- નેટ (નેશનલ એલિજિલિબિટી ટેસ્ટ)નું પરિણામ એક મહિ‌ના સુધી જાહેર ન કરાતા વિદ્યાર્થીઓ ભારે મૂંઝવણમાં મૂકાયા છે. નેટનું પરિણામ સત્વરે જાહેર કરાય તેવી વિદ્યાર્થીઓમાં માંગ ઉઠી છે.

આ અંગે મળતી માહિ‌તી મુજબ અધ્યાપક બનવા માટે અનિવાર્યપણે આપવી પડતી યુજીસી નેટ ગત ૩૦મી ડિસેમ્બર, રવિવારના રોજ અમદાવાદ ખાતે લેવામાં આવી હતી. જે અંતર્ગત આ ટેસ્ટ ગુજરાત યુનિવર્સિ‌ટી સાથે સંકળાયેલા આશરે ૭૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ આપી હતી, જ્યારે સમગ્ર રાજ્યમાંથી આશરે ૧પ,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.