શેરબજારનાં મકાનો વેચાશે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણેકચોક-એલિસબ્રિજ ખાતેના બિલ્ડિંગ વેચવા એએસઇના ર્બોડની મંજૂરી અમદાવાદ શેરબજારની માલિકીના માણેકચોક ખાતેના ઐતિહાસિક બિલ્ડિંગ તેમજ એલિસબ્રિજ ખાતે આવેલા અધૂરા બાંધકામવાળી જગ્યા વેચવાની અમદાવાદ સ્ટોક એક્સચેન્જની આજે મળેલી અસાધારણ સામાન્ય સભામાં સભ્યોએ મંજૂરી આપી હોવાનું બજાર વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે. સેબી દ્વારા જારી કરાયેલા પરિપત્ર અનુસાર રૂ. ૧૦૦ કરોડની નેટવર્થ અને વાર્ષિ‌ક રૂ. ૧૦૦૦ કરોડનું ટર્નઓવર હાંસલ કરવા માટે દેશભરના શેરબજારોને અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે. તેના અનુસંધાનમાં અમદાવાદ સ્ટોક એક્સચેન્જના સત્તાવાળાઓએ માણેકચોક વિસ્તારમાં આવેલી ઐતિહાસિક ઇમારત અને એલિસબ્રિજ ખાતે આવેલી અધૂરા બાંધકામવાળી જગ્યા વેચવા માટે આજે એજીએમ બોલાવી હતી. જેમાં સભ્યોની હાજરી પાંખી રહી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. આજની બેઠકમાં એવી પણ વિચારણા કરવામાં આવી હતી કે બીએસઇ ઉપરાંત એનએસઇ સાથે પણ ટાઇ-અપ કરવું. તેમજ સારી તક મળે તો નવા શેરબજાર સાથે પણ ટાઇઅપ કરવું અને ટર્નઓવર વધારવા પ્રયાસ કરવો. અમદાવાદ શેરબજાર પાસે હાલમાં રૂ. ૪૩ કરોડની નેટવર્થ છે અને રૂ. પ૭ કરોડની જરૂરિયાત સેબીના ધોરણ મુજબ રહે છે. આને ધ્યાનમાં લેતાં આગામી દિવસોમાં એક્સચેન્જ કેવી રીતે પ્રોપર્ટી વેચીને પૈસા ઊભા કરે છે તે જોવું રસપ્રદ બનશે. હેરિટેજ કમિટીની પરવાનગી જરૂરી માણેકચોક ખાતે આવેલું અમદાવાદ શેરબજારનું બિલ્ડિંગ સ્થાપત્ય વારસાના પ્રતીક સમું અને જૂના અમદાવાદ શહેરનું લેન્ડમાર્ક ગણાય છે. તેને ધ્યાનમાં રાખીને ખાડિયા ઇતિહાસ સમિતિ તથા માણેકચોક વિસ્તારના વેપારીઓએ એક ઝુંબેશ ઉપાડી છે. ઉલ્લેખનીય છે કે, ર્કોપોરેશને પણ આ બિલ્ડિંગ વેચતા પહેલાં પરવાનગી લેવાની અમદાવાદ સ્ટોક એક્સચેન્જને પત્ર દ્વારા જાણ કરી હોવાનું પણ સૂત્રોમાં ચર્ચાઇ રહ્યું છે.