વરસાદ માટે હજુ એક અઠવાડિયું રાહ જોવી પડશે

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક તરફ સમુદ્ર રાજ્યમાં ધોધમાર વરસાદની લોકો કાગડોળે રાહ જોઇ રહ્યા છે, ત્યારે ધોધમાર વરસાદ માટેની યોગ્ય સિસ્ટમ સક્રિય ન થઇ હોવાથી હજી એક અઠવાડિયું રાહ જોવી પડે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. જ્યારે મંગળવારે અમદાવાદમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યાં હતાં તેમ છતાં શહેરનું મહત્તમ તાપમાન ૩૪.૪ ડિગ્રીએ પહોંચતા લોકોએ બફારાનો અનુભવ કર્યો હતો.હવામાન વિભાગના આંકડાઓ મુજબ, વરસાદ માટેની સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય થઇ ન હોવાથી સમગ્ર રાજ્યમાં ઓછો વરસાદ થયો છે. જોકે, હાલમાં રાજ્યમાં વિવિધ શહેરોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં અને વરસાદી છાંટા ચાલુ રહ્યાં હતાં. તેમ છતાં ધોધમાર વરસાદ ન થતાં લોકોમાં નિરાશા વ્યાપી છે. અમદાવાદમાં મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં એક ડિગ્રી વધીને ૩૪.૪ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન પણ એક ડિગ્રી વધીને ૨૭.૩ ડિગ્રીએ પહોંચ્યું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૮.૩૦ કલાકે ૮૨ ટકા અને સાંજે ૫.૩૦ કલાકે ૬૬ ટકા નોંધાયું હતું. તેમજ બપોરે અને સાંજે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતા. તેમ છતાં વાતાવરણમાં બફારા અને ઉકળાટનું પ્રમાણ વધતાં લોકો પરેશાન થઇ ઊઠયા હતા.