• Gujarati News
  • Std 12th Commerce And Arts Result Announced 3th June

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૩ જૂને જાહેર કરાશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ધોરણ-૧૧ સાયન્સ બીજા સેમેસ્ટરનું પરિણામ ૧૦ જૂને
- સમગ્ર રાજ્યમાંથી પ.૩૩ લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી


શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૩ જૂનના રોજ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત ધોરણ-૧૧ સાયન્સ બીજા સેમેસ્ટરનું પરિણામ ૧૦ જૂનના રોજ જાહેર કરવાનું નક્કી કરાયું છે. બોર્ડ દ્વારા પરિણામ વેબસાઈટ, એસએમએસ તથા ફોન દ્વારા જાણી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવામાં આવેલી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ ૩ જૂનના રોજ જાહેર કરાશે. સમગ્ર રાજ્યમાંથી પ.૩૩ લાખ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય પ્રવાહ ઉપરાંત વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમનું પરિણામ પણ ૩ જૂનના રોજ જ જાહેર કરી દેવાશે. આ ઉપરાંત ધોરણ-૧૧ સાયન્સ બીજા સેમેસ્ટરનું પરિણામ ૧૦ જૂનના રોજ જાહેર કરવામાં આવશે.

બોર્ડ દ્વારા પરિણામ વેબસાઈટ પર જાહેર કરાશે. આ ઉપરાંત એસએમએસ તથા ફોન દ્વારા પણ પરિણામ જાણી શકાય તેવી વ્યવસ્થા બોર્ડ દ્વારા કરાઈ છે. ધો.૧૨ સામાન્ય પ્રવાહના પરિણામની તારીખને લઈ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા જણાતી હતી.

- કઈ રીતે પરિણામ જાણી શકાશે

વેબસાઈટ : www.gseb.org, www.gipl.net, www.indiaresult.com
એસએમએસ : વિદ્યાર્થીએ એસએમએસમાં એચએસસી લખી સીટ નંબર લખવાનો રહેશે અને ત્યાર બાદ તે મેસેજ પ૦૧૧૧ પર મોકલી આપવાનો રહેશે.
ફોન : અમદાવાદ ૦૭૯-૨૬૮પ૧૪૨૨, ગાંધીનગર ૦૭૯-૩૦પ૧૬૦૬૧, ટોલ ફ્રી ૧૮૦૦ ૨૩૩ પપ૦૦