સગવડ ન હોય તો પણ સફળ થઈ જ શકાય

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધો.૧૦ની પરીક્ષામાં ઘણા સ્ટુડન્ટ્સ સરસ પરિણામ લઈ આવ્યા છે. ભણવામાં કોન્સન્ટ્રેટ કરી શકાય તેવી પરિસ્થિતિ ન હોવા છતાં પોતાની મહેનત દ્વારા બીજાને મોટિવેટ કરે તેવા માકર્સ લાવનારા અને અનેક અગવડો વેઠી અવ્વલ બનનાર વિધાર્થીઓ સાથે કરી સિટી ભાસ્કરે કરી ખાસ વાતચીત ધો.૧૦નું પરિણામ જાહેર થયું ત્યારે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ સફળતા મેળવી હતી. ટયુશન-શાળાની હજારો રુપિયાની ફીઝ અને કોઇપણ પ્રકારની કમ્ફર્ટ વગર પણ કેટલાંક વિદ્યાર્થીઓ એવાં મળ્યાં જેઓએ એવન ગ્રેડ મેળવી પોતાનાં પેરેન્ટ્સનું નામ રોશન કર્યું છે. આખા વર્ષની મહેનત ત્રણ કલાકમાં પેપરમાં ઉતારી સફળ થયેલાં વિદ્યાર્થીઓની આર્થિ‌ક પરિસ્થિતિ પણ નબળી હતી. જાણીએ એવાં કેટલાંક વિદ્યાર્થીઓ જેઓ માટે ધો.૧૦ ઘણું સંઘર્ષમય રહ્યું હોવા છતાં પરીક્ષામાં ટોપ કર્યું. બ્લાઈન્ડ સ્કુલનું પરિણામ ૧૦૦ ટકા આવ્યુ : શનિવારે જાહેર થયેલા ધોરણ ૧૦ના પરિણામમાં શહેરની બ્લાઈંડ સ્કુલે ઉજ્જવળ દેખાવ કરી ૧૦૦ ટકા પરિણામ પ્રાપ્ત કર્યુ છે. એસએસસીની એકઝામ આપનારા ૮ નેત્રવિહિ‌ન અને ૨૦ બહેરા-મૂંગા સ્ટુડન્ટ્સે શારિરીક મયાર્દા હોવા છતાં સફળતાપૂવર્ક પરિક્ષા પાસ કરી છે.૨૮ વિધાર્થીઓ પૈકી ૧૧ વિધાર્થી પાસક્લાસમાં, ૧૪ વિધાર્થી સેક્ન્ડ કલાસમાં અને ૩ વિધાર્થી ડિસ્ટ્રીકશન સાથે ઊર્તીણ થયા છે.શાળામાં લાખાણી દર્પણ ૭૦ ટકા સાથે પ્રથમ ક્રમે આવ્યા છે. મોટો ભાઇ પ્રેરણારૂપ બન્યો અક્ષય ઠુમર - પર્સન્ટાઇલ ૯૯.પ૬, બાપુનગર ચાર રસ્તા હું હંમેશા ટેક્સ્ટ બુકને જ આધારિત રહેતો. મારા પિતા હીરા ઘસવાનું કામ કરે છે.તેમની આવક રૂ. ૬થી૭ હજાર સુધીની છે. મને પરીક્ષામાં નંબર લાવવાનું ઝનુન હતું કારણ કે મારો મોટા ભાઇએ ૨૦૧૧માં ૯પ ટકા લાવીને કુટુંબમાં લોકોને ખુશ કરી દીધાં હતાં. મને ટયુશનની ફીસમાં મારા ટયુશન ટીચરે ઘણી છુટ કરી આપી હતી.પરિસ્થિતિ ખરાબ હોવા છતાં અમે બંને ભાઇઓએ એન્જીનિયરીંગમાં ભણવાનો નિર્ણય લીધો છે. હું ગ્રુપ એ લઇને સાયન્સમાં એડમિશન લઈશ. ટ્યુશન વગર પણ ટોપ કરાય રુષભ ગોહિ‌લ - ૯૮.૮પ, પર્સન્ટાઇલ પિતા કુરિયર કંપનીમાં ઓર્ડર લેવાનું કામ કરતાં હોવાથી તેમનો પગાર માત્ર રૂ.૬૦૦૦ મહિ‌ને આવતો હતો. તેવામાં ટયુશનની ફીઝ પોસાય તેમ ન હતી. તો ટ્યુશન વગર અભ્યાસ કરવાની શરૂઆત કરી હતી. હું હંમેશા સ્કુલમાં જ કોન્સન્ટ્રેટ કરતો અને રેગ્યુલર રહેતો. મારું ૧ રુમ રસોડાનું ભાડાનું ઘર હોઇ તેમાં પણ અભ્યાસ કરતી વખતે સમાધાન કરવા પડતા હતા. હું ભવિષ્યમાં એન્જીનિયર બનવાની ઇચ્છા ધરાવું છું. તેથી તેના માટે તમામ બનતાં પ્રયત્નો અને મહેનત કરવા માટે હું તૈયાર છું. ઘર તૂટ્યું પણ ન‌શ્ચિ‌ય નહીં આશિષ મેકવાન - પર્સન્ટાઇલ-૯૮.૬૦, સીટીએમ મેં શરુઆતથી જ યોગ્ય તૈયારી રાખી હતી. પરંતુ તેવામાં જ ટી.પી. સ્કીમને કારણે અમારું ઘર તોડી નાંખવામાં આવ્યું હતું. એક રુમ અને રસોડું જ બાકી હતાં. મારા પિતા ઇલેક્ટ્રીશિયન હોઇ તેમને કોન્ટ્રાક્ટ બેઝ્ડ કામ કરે છે. દિવસ દરમ્યાન હું તેમને લાઇટની સિરીઝ બનાવવામાં મદદ કરતો અને રાત્રે હું રસોડામાં બેસીને પરીક્ષાની તૈયારી કરતો હતો. મારે પપ્પાથી પ્રેરિત થઇને ઇલેક્ટ્રીકલ એન્જીનીયર બનવું છે. મારી ઇચ્છા છે કે હું ગ્રુપ એ લઇને આગળનો અભ્યાસ કરું. અંજલી પગારે - પર્સન્ટાઇલ- ૯૯.૬૦ , શુક્લેશ્વર સોસાયટી- ખોખરા દીકરીને ડોક્ટર બનાવવાની ખેવના મારા પિતાની બોઇલર ઓપરેટર તરીકેની આવક રૂ.૮૦૦૦ જેટલી છે. અમે ભાડાનાં ઘરમાં રહીએ છે. મારા પિતા ૧૬ કલાકની નોકરી કરીને પણ મને એમ.બી.બી.એસ કરાવશે.ટયુશન ટીચરે મને પાર્ટલી ફીસ ભરવાની છુટ આપી હતી. હું ડોક્ટર બનવાની ઇચ્છા ધરાવું છું. બ્રિજેશા સોલંકી - પર્સન્ટાઇલ- ૯૯.૨, જીવરાજ પાર્ક પિતાએ ઘરડા લોકોની સેવા કરીને દીકરીને ભણાવી મારા પિતા સાંધામાં થતાં દુ:ખાવા માટે માલિશ કરીને તેમાંથી કમાણી કરે છે જ્યારે મમ્મી પગેથી વિકલાંગ છે. મારા ટયુશન ટીચર અને સ્કુલે ફીસ માફ કરી હતી. મેં ટેક્સ્ટ બુક રોજ છથી સાત કલાક રેગ્યુલર સ્ટડી કર્યુ હતું. વાસુદેવ ગોહિ‌લ - પર્સન્ટાઇલ- ૯૯.૪૬, આંબાવાડી મમ્મીએ એકલા હાથે ભણાવ્યો મેં તો મારા પિતાનો ચહેરો પણ નથી જોયો. પરંતુ એલ.એલ.બી સુધીનો અભ્યાસ કરેલી મારી મમ્મીએ મને અને મોટાભાઇનો ઉછેર કર્યો. સામાન્ય નોકરી કરી મમ્મીએ મને એન્જીનિયર બનાવાનું સપનું જોયું. મગજ શાંત રાખીને ભણવાનો મારો યોગ્ય એટિટયુડ મને કામ આવ્યો.