સ્પોર્ટ્સનું નવું એડ્રેસ એટલે અમદાવાદ શહેર

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઔડા એકલવ્ય એકેડેમીમાં સ્પોર્ટ્સ ફેસિલિટીઝની શરૂઆત

આજે સવારે એકલવ્ય સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા જે જુદી-જુદી રીતે સ્પોર્ટ્સ ફેસેલિટીઝમાં જાણીતું છે તે, ઔડા-જીસીએ વેન્ચર દ્વારા સ્પોર્ટ્સનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટની શરૂઆત કરી. ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના વાઈસ પ્રેસીડેન્ટ પરિમલ નથવાણી અને ઓફીસના સ્ટાફ દ્વારા શરૂઆત કરવામાં આવી.

આ પ્રસંગે ઔડાના ચેરમેન ધર્મેન્દ્રભાઈ શાહ અને સીઈઓ ડી. તારા ખાસ હાજર રહ્યા હતા. એકલવ્ય એકેડેમી જીસીએ પ્રેસીડેન્ટ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને જીસીએના વાઈસ પ્રેસીડેન્ટ અમીત શાહ અને પરીમલ નથવણી દ્વારા નિમણૂંક કરી હતી. આ સંસ્થાનો હેતૂ જુદી-જુદી રમતોમાં નેશનલ લેવલના સ્પોર્ટ્સમેનને તૈયાર કરવાનો છે.

પહેલા તબક્કામાં આ સંસ્થામાં સ્વિમિંગ પૂલ, સ્કેટિંગ, ટેબલ ટેનીસ, વોલી બોલ અને ટેનીસની શરૂઆત કરશે. જોગર્સ અને વોકર આ સંસ્થાનો લાભ લઈ રહ્યા છે. ટૂંકમાં થોડા સમયમાં જ આ સંસ્થા ક્રિકેટ, કરાટે, જીમ્નેશિયમ અને યોગાની શરૂઆત પણ કરી દેશે.


Related Articles:

અમદાવાદ નજીક આધુનિક સ્પોર્ટ્સ સંકુલ,ગોલ્ફ કોર્સની રચના
આ બાળકોની રમત જોઇ બાળપણ યાદ આવી જશેઃ વીડિયો
બહુ મસ્તીભરી છે આ રમત, એકવાર રમી તો જુઓ!