• Gujarati News
  • Sonam Kapoor And Favad Khan Visit Ahmedabad For Film Khubsurat

‘મારા લગ્નનો ડ્રેસ અમદાવાદી ડિઝાઇન કરશે’: સોનમ કપૂર-ફવાદ ખાન શહેરમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફિલ્મ ‘ખૂબસૂરત’ના પ્રમોશન માટે સોનમ કપૂર અને ફવાદ ખાને અમદાવાદની મુલાકાત લીધી
સોનમ કપૂર સાથે થયેલી વાતચીત

રેખાજી ફિલ્મ જોશે
રેખાજી આ ફિલ્મથી ઘણાં ખુશ છે. તેઓ થોડા દિવસમાં ફિલ્મ પણ જોશે. તેમને સૌથી પહેલા ફિલ્મ બતાવવાના છીએ. જોકે તેમના કેરેક્ટરથી મારું કેરેક્ટર એકદમ અલગ છે. પણ હા કમ્પેરિઝનનું પ્રેશર હંમેશાં રહેવાનું.

હું અને ક્રોન્ટ્રોવર્સિ
મારા મગજમાં જે હોય તે બોલંુ છું. એક છોકરી પાસે તેનો અવાજ હોવો જોઈએ, મારા મગજમાં જે આવે અને જે સાચંુ લાગે તે બોલંુ છું. કોન્ટ્રોવર્સિ વિશે બહું નથી વિચારતી.

ઈન્ડિયન ડિઝાઈનર્સના કામને સપોર્ટ કરું છું
ઈન્ટરનેશલ ડિઝાઈનર્સના કપડાં કરતાં આપણા ઈન્ડિયન ડિઝાઈનર્સને એક્સપોઝર મળે તે મને વધારે ગમે છે. તેથી હું જે કપડાં પહેરંુ તેનું રેગ્યુલર અપડેટ સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર હોય. અને આવી રીતે ઘણી ઈન્ડિયન સ્ટાઈલ હવે લાઈમ લાઈટમાં આવી ગઈ છે.

ગુજરાતી ડ્રેસ પહેરવા મને પસંદ છે.
આજે મે બાંધણી ડ્રેસ પહેર્યો છે. મને લહેરી, બાંધણી,મીરર વર્ક ઘણું પસંદ છે. ઇન્ડિયન સ્ટાઈલ, ફેબ્રીક વધુ ગમે છે. અને હું અત્યારથી જ કહી દઉં છું કે મારા લગ્ન જ્યારે પણ થશે ત્યારે મારા લગ્નનો ડ્રેસ અનામિકા અને અનુરાધા વકીલ તૈયાર કરશે. અનુરાધા વકીલ અમદાવાદના છે.

ખૂબસૂરતની એક્સપરિમેન્ટ્લ ડ્રેસિંગ સ્ટાઈલ
મારું ફિલ્મનું કેરેક્ટર ફ્રી સ્પિરીટ છે. તેને ઈચ્છા પડે તે કરે. તેથી મારા કપડાં એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યા છે. ફિલ્મમાં પોલકા ડ્રેસ ટોપ પર સ્ટારવાળંુ બોટમ મંે પહેર્યું હોય, અલગ-અલગ મોજાં પહેર્યા હોય એવંુ તમે જોઈ શકશો.

નો ગરબા.
નાની હતી ત્યારે ખૂબ ગરબા રમતી હતી. પણ હવે મુંબઈમાં 10 વાગે ગરબા બંધ થઈ જાય છે. પહેલા તો હું સવારે 4-5 વાગ્યા સુધી ગરબા રમતી હતી. પણ હવે જલ્દી ગરબા બંધ થઈ જાય છે તો ગરબા રમવાની મઝા નથી આવતી અને હવે ટાઈમ પણ નથી મળતો.
આગળ વાંચો ફવાદ ખાન સાથે થયેલી વાતચીત