જીવનમાં એવા નિર્ણય લેજો જેના પર પરિવાર ગર્વ કરે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક


સોમલલિત ઇન્સ્ટિ‌ટયુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (સ્લીમ્સ)નો ૧૭મો વાર્ષિ‌ક પદવીદાન સમારોહ યોજાયો, જેમાં ચીફ ગેસ્ટ તરીકે સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયમૂર્તિ‌ સી.કે. ઠક્કર અને અતિથિ વિશેષ તરીકે ફાયનાન્સ એક્સપર્ટ ડી.સી. અંજારિયા ઉપસ્થિત રહ્યા હતા. અજારિયાએ જણાવ્યું હતું કે ડિગ્રી મળતા તમે તમારા નિર્ણય જાતે લઇ શકશો, પરંતુ તમારા નિર્ણય એવા હોવા જોઇએ જેનાથી તમારા પરિવારને ગર્વ થાય. આ પદવીદાન સમારોહમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટના પાર્ટટાઇમ અને ફૂલટાઇમના ૧૨૨ સ્ટુડન્ટ્સને સર્ટિ‌ફિકેટ અને પાંચ સ્ટુડન્ટ્સને ગોલ્ડ મેડલ એનાયત કરાયા. સી.કે ઠક્કરે આ પ્રસંગે સ્ટુડન્ટ્સને કહ્યું કે સમાજનું ઋણ અદા કરવા માટે તમારી શિકતઓ અને કૌશલ્યનો ઉપયોગ કરજો.

ગોલ્ડ મેડાલિસ્ટ - રથિન શાહ

મારા સારા સ્કોર માટે હું મિત્રો અને ફેકલ્ટીનો આભાર માનું છું. વર્ષ દરમિયાન કરેલી મહેનત આજે રંગ લાવી છે. મને ગોલ્ડ મેડલ સાથે સૌથી સારા ૩.૭પ લાખ રૂપિયાના પેકેજની જોબ મળી છે. જો કલાસરૂમમાં કરાવેલા અભ્યાસ પર ધ્યાન આપવામાં આવે તો જરૂરથી સારા પર્સન્ટેજ સાથે પાસ થવાય છે.