સ્કાય વેન્ચરમાં બેસીને એન્શ્યિન્ટ પ્લેસ સીયેમ રીપ જોવાનો રોમાંચ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- અંગકોર વાટમાં ૧૦૦ જેટલા સુંદર પૌરાણિક હિંદુ મંદિરો જોયા - સિંગલ મોટર એન્જિન હોવાથી એડ્વેન્ચરમાં રિસ્ક હતું મને પહેલાથી એન્ડવેન્ચરનો ઘણો શોખ છે તેમજ ટ્રાવેલ કરી નવા નવા કલ્ચર વિશે જાણવામાં ખૂબ રસ છે. આ વખતે અમે ફ્રેન્ડઝ કમ્બોડિયા જવાનો પ્લાન બનાવ્યો હતો. કમ્બોડીયાથી હું સીયેમ રીપ બે નાઈટ્સ માટે ગયો. એક મોટા લેક પાસે આ નાનકડુ ગામ છે. સીયેમ રીપ જઈને ત્યાં હિ‌ન્દુ ટેમ્પલ જોઈને મારા આશ્ચર્યનો પાર ના રહ્યો. કમ્બોડિયામાં હિ‌ન્દુના ઘણા સુંદર ટેમ્પલ છે. અહી આવવાનો મુખ્ય ઉદેશ્ય જ મોટા એન્શિયન્ટ હિ‌ન્દુ ટેમ્પલ જોવાનો હતો. અંકોર વાટમાં આશરે ૧૦૦ જેટલા હિ‌ન્દુ ટેમ્પલ છે,જેને જોવાની મજા આવી. આ એન્શિયન્ટ પ્લેસ એકદમ રીલિજીયસ છે, પણ મૂળ મને એન્ડવેન્ચરનો શોખ ઘણો તેથી અહી પણ મને એન્ડવેન્ચર કરવાનો ચાન્સ મળી તો ગયો છે. અહી મે સ્કાય વેન્ચર કર્યું. સ્કાય વેન્ચર દ્વારા મેં સિટીનો એરિયલ વ્યૂ જોયો. મેં જ્યારે સ્કાય વેન્ચર કર્યું ત્યારે વાતાવરણમાં ખૂબ હવા હતી,વળી આમાં આમાં સિંગલ મોટર એન્જિન હોવાથી સ્કાય વેન્ચર કરવું ઘણુ રિસ્કી હતું પણ મક્કમ મન રાખીને તેનો આનંદ માણ્યો.સ્કાય વેન્ચર કરવું તે ખરેખર આહલાદક છે. તેનાથી એન્શિયન્ટ સિટીનું પ્લાનિંગ સુંદર રીતે જોવા મળે છે. (બયાનવાલા ઈન્ડસ્ટ્રીના ડાયરેક્ટર ઓપરેશન પાર્થ બયાનવાલાએ જણાવ્યા અનુસાર ) એન્શિયન્ટ હિ‌સ્ટ્રી વિશે જાણવા માટે સીમરીપ બેસ્ટ જગ્યા છે. કેવી રીતે જશો ? અમદાવાદથી મુંબઈ અને ત્યાંથી બેગકોકની ફ્લાઈટ બેગકોકથી સીયેમ રીપ બાય રોડ કે પછી બાય એર આશરે કેટલો ખર્ચો ? વ્યક્તિ દીઠ ૬૦,૦૦૦ જેટલો ખર્ચો થશે. ધ્યાનમાં રાખવા જેવી બાબતો.. કમ્બોડિયાથી સીયેમ રીપ લોકલ રસ્તા દ્વારા જવું બહુ એડવાઈઝેબલ નથી. વેજીટેરિયન હોવ તો ખાવામાં થોડી મુશ્કેલી થઈ શકે છે. કંબોડિયામાં પૌરોણિક મંદિરો એટલા છે કે જોતા થાકી જવાય એટલે આખું શહેર અને તેનો પ્લાન સરસ રીતે જોવા સિંગલ મોટોર એન્જિનનું રિસ્કી સ્કાય વેન્ચર કરી રહેલા પાર્થ બયાનવાલાઇ