અમદાવાદ રાયફલ ક્લબ પાસે કોચને ચૂકવવા પૈસા નથી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાઇફલ શૂટર્સને ટ્રેનિંગ આપી શકે તેવું એક માત્ર રાઇફલ ક્લબ અમદાવાદ મિલિટરી રાઇફલ એન્ડ ટ્રેનિંગ એસોસિએશન પાસે કોચને ચૂકવવા પૈસા નથી. આને કારણે તેમને કાયમી કોચ રાખ્યા નથી. રાઇફલ ક્લબ પાસે બધી જ સુવિધા છે, પરંતુ અહીં રાઇફલ શૂટિંગની ટ્રેનિંગ લેવા માટે આવતાં ટ્રેઇનીઓને તાલીમ આપી શકે તેવા કાયમી કોચ નથી.

અમદાવાદ મિલિટરી રાઇફલ એન્ડ ટ્રેનિંગ એસોસિએશનના જનરલ સેક્રેટરી નરેન્દ્ર ઓઝાએ જણાવ્યું હતું કે, તેમને કાયમી કોચ પોસાય તેમ નથી. કોચ દ્વારા ત્રણ કલાક તાલીમ આપવા માટે રૂપિયા 500ની ડિમાન્ડ કરવામાં આવે છે, પરંતુ અમને ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે માત્ર રૂપિયા 20 હજારની જ ગ્રાન્ટ અપાય છે. આથી અમે કોચ રાખી શકીએ તેમ નથી.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે, છથી સાત નિવૃત્ત નેશનલ ચેમ્પિયન ક્લબ ઉપર નિયમિત આવે છે અને તાલીમાર્થીઓને મફતમાં તાલીમ આપે છે.