તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુરુવારે ભગવાન ભોળાનાથનું મહાશિવરાત્રી પર્વ ઊજવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહા વદ તેરસને ગુરુવારના રોજ મહાશિવરાત્રિની પર્વની પરંપરાગત ઉજવણી કરાશે. ભગવાન શંકરની આ દિવસે ઉપાસનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. ભાવિકો આ દિવસે ઉપવાસ કરે છે અને માત્ર કંદમૂળ જ ખાય છે. શિવરાત્રી નિમિત્તે શિવાલયોમાં મહામૃત્યુંજય આહુતિ યજ્ઞ, કમળપૂજા, મહાપૂજાનું આયોજન કરાય છે. આ દિવસે જળ, દૂધ, કાળા તલ, બીલી અને કમળના પુષ્પથી પૂજન કરવામાં આવે છે.

શિવરાત્રીના દિવસે રાત્રિ પૂજાનું ખાસ મહત્ત્વ રહેલું છે. આ અંગે શાસ્ત્રી કૃણાલ પંડયાના જણાવ્યાનુસાર, મહાદેવજી યોગીશ્વર હોવાથી રાત્રિ પૂજા વધુ મહત્ત્વની છે. મહાદેવજીએ તમોગુણાના દેવતા છે અને આ તમો ગુણ રાત્રીના સમયે જ મનુષ્યમાં પ્રવેશ કરે છે એ તમો ગુણ દૂર થાય અને માનવી સાધના પથ પર આગળ વધી શકે છે.

ઓઢવના પશુપતિનાથ મંદિરમાં રૂદ્રાભિષેક કરાશે, તેમજ શિવરાત્રીનું જાગરણ, શિવધૂન અને મહાઆરતી ઉતારાશે. શહેરના અતિપ્રાચીન કર્ણમુક્તેશ્વર મહાદેવ ખાતે શિવરાત્રી નિમિત્તે વૈદિક પૂજાઓ, લઘુરૂદ્ર તેમજ મહામૃત્યુંજય આહુતિયજ્ઞનું આયોજન કરાયુ છે, આ સાથે ગુરુવારે રાત્રે ૧૧ કલાકે કમળ પૂજાનું આયોજન કરાયુ છે, સાથોસાથ ભગવાન સમત્ર ઓડીસી નૃત્ય રજૂ કરાશે. નારોલ હાઇવે બ્રિજ પાસે આવેલા પૌરાણિક કાશી વિશ્વનાથ મંદિર ખાતે સાંજે ૭ કલાકે મહાઆરતીનું આયોજન કરાયું છે. સ્વામી આધ્યાત્માનંદજી દ્વારા જોધપુર ટેકરા સ્થિત શિવાનંદ આશ્રમમાં સાંજે ૪.૩૦થી ૭.૩૦ દરમિયાનમાં શિવરાત્રીની ઉજવણી કરાશે.

ઘીથી અમરનાથની પ્રતિકૃતિ બનાવાશે
શહેરના ઓઢવના અંબિકાનગર ખાતેની સુપર હાઇસ્કૂલ અને સંધ્યા આરતી ગ્રૂપ દ્વારા ગુરુવાર શિવરાત્રીના દિવસે પ૧ કિલો ઘીમાંથી બાબા અમરનાથની પ્રતિકૃતિ બનાવાશે. આ સાથે ૧૧૧ ફૂટ લાંબી બરફની દીવાલ અને ૬૩ ચોરસ ફૂટ કલરિંગ બરફમાંથી સુંદર પ્રતિકૃતિ બનાવાશે. ભક્તો ગુરુવારે બપોરે ૨થી રાત્રીના ૧૦ સુધી પ્રતિમાના દર્શન કરી શકશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો