તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માટીના શિવલિંગ બનાવી પૂજા કરવી શ્રેષ્ઠ નિવડી શકે
મહા વદ તેરસને ગુરૂવારના રોજ ભગવાન શંકરના પર્વ મહાશિવરાત્રીની ભક્તો દ્વારા ભાવપૂર્વક પૂજા-અર્ચના સાથે ઉજવણી કરવામાં આવશે. મહાદેવજીના પૂજનનો વિશેષ મહિમા ધરાવતી મહાશિવરાત્રિએ આમ તો ફક્ત ઓમ નમ:શિવાયનો જાપ પણ ઈચ્છનીય ફળદાયી નિવડે છે, પરંતુ પોતાના ધાર્યા કામો પાર પાડવા હોય તો મહાશિવરાત્રીના દિવસે માટીના શિવલિંગ એટલે કે પાર્થિવ લિંગ બનાવીને તેની પૂજા કરવી સર્વોત્તમ નિવડી શકે છે.
આ પૂજા વિશે પ્રજ્ઞાચક્ષુ જ્યોતિષાચાર્ય કૃણાલભાઇ જોશી કહે છે કે, શિવ-મહાપુરાણમાં મહાદેવજીએ તેમના પ્રધાનગણ સમક્ષ નંદીકેશ્વરને લિંગ પૂજાનો સંવાદ સંભળાવ્યો હતો. તેમાં વ્યક્તિના વિવિધ કષ્ટના નિવારણ માટે પાર્થેશ્વર લિંગ પૂજાનું મહત્વ સમજાવ્યું હતું. મહાશિવરાત્રીએ ભગવાન શંકરની જળ, દૂધ, કાળા તલ, સરસવલ, બિલી અને કમળના પુષ્પથી પૂજા કરીને વિશેષ પ્રકારે ભાંગનો ભોગ ધરવામાં આવે છે. જ્યોતિષ મહેન્દ્રભાઇ પંડયાના જણાવ્યાનુસાર, જે કોઇ મનુષ્યને ભૂમિ મેળવવાની ઇચ્છા હોય તેણે અંગુઠાના કદ જેટલા ૧ હજાર માટીના શિવલિંગ બનાવીને તેનું પૂજન કરવું જોઇએ. વિદ્યાર્થીવર્ગે પણ આ પ્રકારે ભગવાન શંકરની પૂજા કરવી જોઇએ.
દરિદ્રતાનું નિવારણ માટે ૧૦ હજાર શિવલિંગ બનાવી પૂજા કરવી જોઇએ. જો કોઇ વસ્તુથી ડર લાગતો હોય એટલે કે ભય મુક્તિ માટે ૧પ૦૦ શિવલિંગ બનાવીને તેની પૂજા કરવી આવશયક છે. તર્થિયાત્રા કરવાની ઇચ્છા હોય પણ તે પરિપૂર્ણ ન થતી હોય તો બે હજાર શિવલિંગ બનાવીને તેનું પૂજન કરવાથી વિશેષ ફળની પ્રાપ્ત થાય છે.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.