મોદી અને ગુજરાત વિકાસ મોડેલ વિષે શું મત ધરાવો છો?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શાઝિયા ઈલ્મી, આમ આદમી પાર્ટીના નેતા
- વરિષ્ઠ પત્રકાર અને આમ આદમી પાર્ટીના ગાઝિયાબાદના ઉમેદવાર શાઝિયા ઇલ્મી છેલ્લા બે દિવસથી અમદાવાદમાં ચૂંટણી સભાઓ કરી રહ્યાં છે ત્યારે દિવ્ય ભાસ્કરે કરી તેમની સાથે સીધી વાત. જેમાં તેમણે મુસ્લિમોને કમ્યુનલ બનવા કરેલી હાકલ અંગે ગધેડાને પણ તાવ આવી જાય એવો ખુલાસો કર્યો હતો.:


શું તાજેતરમાં તમે આપેલું નિવેદન સાંપ્રદાયિક નથી?
મેં 'કોમ્યુનલિઝમ’ એટલે કે સાંપ્રદાયિકતાના સંદર્ભમાં નહીં પરંતુ 'કોમ્યુન’ એટલે કે એક એવો સમૂહ કે સહજીવન જીવે છે તેના સંદર્ભમાં વાત કરી હતી. મેં કોઈ તોગડિયા જેવી વાત નથી કરી કે તે મૂદ્દે આટલો વિવાદ ઊભો કરવામાં આવે. મારી વાતનો મતલબ એ છે કે સમાજના દરેક વર્ગે પોતાનું ભલુ થાય તે જોવું જ રહ્યું પછી એ હિંદુ હોય કે મુસલમાન.

અશ્વિની ઉપાધ્યાયના આરોપ 'આપ’માં પણ આંતરિક વિખવાદ દર્શાવે છે?
અશ્વિની ઉપાધ્યાય અમારા ખૂબ જ વરિષ્ઠ અને સ્થાપક સભ્યમાંના એક છે. પરંતુ તેમના દ્વારા લગાવવામાં આવેલા આરોપો કેટલા સાચા છે તે વિષે શંકા છે. પાર્ટીમાં કોઈ આંતરિક વિખવાદ હોવાનું હું માનતી નથી.

આગળ વાંચો...ગુજરાતના વિકાસ મોડેલ પર સવાલ અને આપનો જીતનો આશાવાદ

તસવીરોઃપિયુષ પટેલ