કરેલા પાપનું ફળ મળે છે ત્યારે સીબીઆઇને કેમ દોષ આપો છો: વાઘેલા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોહરાબુદ્દીન કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી અમિત શાહને ગુજરાતમાં પ્રવેશની મળેલી મંજૂરી અંગે કોંગ્રેસના સિનીયર નેતા શંકરસિંહ વાઘેલાએ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે વોટ લેવા માટે તમે જાહેરમાં કહ્યું હતું કે તમારી સરકારે સોહરાબુદ્દીનનું એન્કાઉન્ટર કર્યું છે અને હવે તમને તમારા કરેલા પાપનું ફળ મળે છે ત્યારે સીબીઆઇને દોષ આપો છો. જે કર્યું છે એ તો ભોગવવું જ પડે. કોર્ટના ચુકાદાનો સ્વીકાર કરવાના બદલે ત્રાગા શાના કરો છો. કાયદો તો કાયદાનું કામ કરે જ,એમાં સીબીઆઇ ગુજરાતમાં ચૂંટણી લડી રહી છે એવા પ્રકારના નિવેદનો કેમ કરો છો.


Related Articles:

વાંચો, સુપ્રીમની રાહત બાદની અમિત શાહની પ્રથમ પ્રતિક્રીયા
અમિત શાહનો ગુજરાત પ્રવેશનો રસ્તો સાફ, મોદીને ફાયદો કે નુકસાન?