તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમિત શાહની સૂચના:સિંઘલને IAS અધિકારી-મહિ‌લા પર નજર રાખો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગિરીશ સિંઘલ પાસેથી સીબીઆઈને પેન ડ્રાઈવ મળી હતી.જેમાં બે રેકોડિંર્‍ગ હતા.જેમાંથી એકમાં તત્કાલીન ગૃહ મંત્રી પ્રફુલ્લ પટેલે મીટિંગ બોલાવીને સીટને ગેરમાર્ગે દોરવાની વાત કરી હતી.જ્યારે બીજા રેકોર્ડિંગમાં સિંઘલ અને અમિત શાહ વચ્ચેના સંવાદ હતા જેમાં અમિત શાહે એક મહિ‌લા અને એક આઈએએસ અધિકારી ઉપર નજર રાખવા સિંઘલને સૂચના આપી હતી.

એન્કાઉન્ટર પહેલા અને પૂછી અમિત શાહ અને વણઝારા સંપર્કમાં હતા : ઈશરત સહિ‌ત ચારેયને એન્કાઉન્ટરમાં ઠાર મરાયા તે પહેલા અને તે પછી તત્કાલીન ગૃહ મંત્રી અમિત શાહ અને ડી.જી.વણઝારા ફોન ઉપર સતત સંપર્કમાં રહ્યા હતા.ચારેયને ઠાર મારતા પહેલા વણઝારાએ અમિત શાહ સાથે વાત કરી હતી અને એન્કાઉન્ટમાં ઠાર મારાયા બાદ પણ વણઝારાએ અમિત શાહ સાથે વાત કરી હતી.

૮મી જુલાઇએ આરોપીઓને ચાર્જશીટ આપશે : આ કેસ સાથે સંકળાયેલા આરોપીઓને ૮મી જુલાઇના રોજ હાજર રહેવા ર્કોટે આદેશ કર્યો છે અને તેમને ૮મી જુલાઇના રોજ ચાર્જશીટ આપવામાં આવશે. ત્યાર બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.