• Gujarati News
  • Seminar On The Role Of Law In Building A Responsible Society

વર્ષો પહેલાં બનાવેલાં કાયદાનું પાલન રાજાઓ પણ કરતાં હતાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- વર્ષો પહેલાં બનાવેલાં કાયદાનું પાલન રાજાઓ પણ કરતાં હતાં
- યુનાઇટેડ સ્કૂલ ઓફ લો દ્વારા 'રોલ ઓફ લો ઇન બિલ્ડીંગ એ રિસ્પોન્સિબલ સોસાયટી’ વિષય પર સેમિનાર યોજાયો

યુનાઇટેડ સ્કૂલ ઓફ લો દ્વારા 'રોલ ઓફ લો ઇન બિલ્ડીંગ એ રિસ્પોન્સિબલ સોસાયટી’ વિષય પર સેમિનારનું આયોજન મેરિયોટ હોટેલ ખાતે તાજેતરમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુનાઇટેડ સ્કૂલ ઓફ લોનાં એકેડેમિક ડાયરેક્ટર ડો.જ્યોત્સના યાજ્ઞિક, સુપ્રિમ કોર્ટનાં ભૂતપૂર્વ જજ સી.કે ઠક્કર, ગેસ્ટ ઓફ ઓનર તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિ‌ટીનાં પીજી ઓફ લો ડિપાર્ટમેન્ટનાં ભૂતપૂર્વ પ્રો.અને હેડ અને ફેકલ્ટી ઓફ લોનાં ડીન ડો.યોગેશ મહેતાએ હાજરી આપી હતી. આ પ્રસંગે જજ સી.કે ઠક્કરે કહ્યું હતું કે, ધર્મ-અધર્મનો સંઘર્ષ હજારો વર્ષોથી ચાલી રહ્યો છે.
વર્ષો પહેલાં બનાવેલાં કાયદાઓનું પાલન રાજાઓને પણ કરવું પડતું હતું. આ પ્રકારની જવાબદારી લેવા પાછળનું કારણ એ હતું કે આખો સમાજ જવાબદાર બને. કાયદામાં નીતિમત્તા અને મૂલ્યોનાં આદર્શનો સમાવેશ પણ કરવો જરૂરી છે. જ્યારે ગેસ્ટ ઓફ ઓનર ડો.યોગેશ મહેતાએ જણાવ્યું હતું કે,માત્ર લેક્ચર લઇને પ્રિન્સિપલ્સ શીખવવા કરતાં તેનું મહત્ત્વ અને તેનાં આઉટકમ્સ વિશે શીખવવું જરૂરી છે. હવે કોમ્પ્યુટરાઇઝ્ડ લીગલ રિસર્ચની જરૂર છે. તેમજ ક્લિનિકલ લીગલ રીસર્ચની પણ ઘણી જરૂર છે.

લોના અભ્યાસ પછી રહેલાં સ્કોપ્સ
- ગવન્ર્મેન્ટ અને સેમી ગવન્ર્મેન્ટ જોબ્સ.
- એડીઆર પ્રેક્ટિસ (ઓલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન)- જેમાં મોટા ભાગનાં કેસીસનો ઉકેલ કોર્ટની બહાર આવી જતો હોય છે.
- એનજીઓમાં પણ લીગલ એડવાઇઝર તરીકે કામ.
- લોનો અભ્યાસ કર્યા બાદ ઓપનિંગ, રનિંગ અને વકિગ ઇન એનજીઓ થઈ શકે છે.
- પ્રેક્ટિસ ઓફ લો - ટેક્સેશન, ટ્રાયલ કોર્ટ, હાઇકોર્ટ, ટ્રિબ્યુનલ,
- બેન્કિગ અને ફાઇનાન્સ (કન્સલ્ટન્સી, કન્વેયન્સ, ટાઇટલ ક્લિઅરન્સ વગેરેમાં)
- જર્નાલિઝમ - રિપોર્ટિંગ રિલેટેડ ટુ લો.
- આંત્રપ્રિન્યોરશીપ કે બિઝનેસ
- એકેડેમિક ફિલ્ડ: લોનાં પ્રોફેસર, કોર્પોરેટ ટિચિંગ, ટ્રેનર વગેરે.
- લો બૂકનાં રાઇટર, જર્નલ્સનાં એડિટર બનવાથી ઇન્ટરનેશનલ કક્ષાએ ખ્યાતિ પ્રાપ્ત થઇ શકે છે.