અ’વાદ: VS હોસ્પિટલમાં ભજવાશે સિક્યુ. એજન્સીના નિરીક્ષણનું નાટક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- VSમાં સિક્યુ. એજન્સીના નિરીક્ષણનું નાટક ભજવાશે
- ગોલમાલ: હોસ્પિટલના બોર્ડમાં સિક્યુરિટી એજન્સીનો મુદ્દો ગાજ્યો
- વીએસ બોર્ડની બેઠકમાં સભ્યોએ સિક્યુ. એજન્સીનો બચાવ કરીને તક અપાવી

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની વીએસ હોસ્પિટલના બોર્ડની શુક્રવારે મળેલી બેઠકમાં ધારણા પ્રમાણે જ હોસ્પિટલની પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીનો મુદ્દો ઊઠયો હતો. બેઠકમાં આખરે સિક્યુરિટી એજન્સીને બચાવવાનો તખતો ઘડી કઢાયો છે. હવે અગામી ૧પ દિવસ સુધી વીએસ હોસ્પિટલની સિક્યુરિટી એજન્સીનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે, જેના રિપોર્ટના આધારે અત્યારે કોન્ટ્રાક્ટ ધરાવતી શક્તિ સિક્યુરિટી એજન્સી અને ડોક્શન સિક્યુરિટી એજન્સીના કોન્ટ્રાક્ટ રાખવા કે કેમ? તે અંગે નિર્ણય લેવાશે.

સૂત્રો મુજબ, આ બેમાંથી એક પણ સિક્યુરિટી એજન્સીને બદલી દેવામાં આવે તેવું એક નેતા ઇચ્છતા નથી, તેથી ૧પ દિવસ સુધી ઇન્સ્પેક્શનનું નાટક ભજવાશે. બાદમાં નક્કી કરેલો નિર્ણય જાહેર કરી દેવામાં આવશે. હોસ્પિટલની સુરક્ષા પાછળ દર વર્ષે બે કરોડ રૂપિયાનો માતબર ખર્ચ સિક્યુરિટી પાછળ ખર્ચવામાં આવે છે. મ્યુનિ.નો બે કરોડ રૂપિયાનો ખર્ચ કરવા પાછળનો આશય એવો છે કે, દરેક તબીબોની સુરક્ષા, દર્દીઓની સુરક્ષા, વીએસ હોસ્પિટલની મિલકતોની સુરક્ષા અને હોસ્પિટલમાં ગંદકી, આડેધડ વાહનપાકિગ સહિ‌તના મુદ્દાને રોકવાનો છે, પણ સિક્યુરિટી એજન્સી માત્ર કાગળ પર કામ કરતી હોય તેવો ભાસ થઇ રહ્યો છે.
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...