શનિદેવનો પ્રભાવ વધ્યો, અમદાવાદમાં ૧૦૦થી પણ વધુ શનિ મંદિરો બન્યા!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- શહેરમાં પાંચ વર્ષમાં ૧૦૦થી પણ વધુ શનિ મંદિરો બન્યા!
- આસપાસના ગામોમાં પણ શનિદેવની પૂજાનો પ્રભાવ વધ્યો

વૈશાખ વદ અમાસે બુધવારનો યોગાનુયોગ આવતો હોવાથી અમદાવાદના શનિમંદિરોમાં ભાવિક ભકતોનો સવારથી જ ધસારો જોવા મળ્યો છે. તેમાં પણ કિળયુગમાં શનિદેવના પ્રભાવને લીધે પનોતી ચાલતી હોય તે રાશિના જાતકો દ્વારા શનિદેવની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. એક સમય એવો હતો કે અમદાવાદમાં શાહપુર ધોબીઘાટ પાસે એકમાત્ર શનિમંદિર હતું જે એક સદી કરતાં પણ વધુ પૌરાણિક છે. પરંતુ છેલ્લા પાંચથી દસ વર્ષમાં શનિભક્તોમાં ઉત્તરોત્તર વધારો થવાથી હવે શહેરના શાહીબાગ, નવા વાડજ અને ચાંદલોડિયા ઉપરાંતના લગભગ દરેકે દરેક વિસ્તારમાં એક-એક શનિમંદિરની સ્થાપના થઈ ચૂકી છે.

મંદિરોમાં ભકતોનું ઘોડાપૂર
શાહપુરના ધોબીઘાટમાં આવેલા શનિદેવના મંદિરમાં શનૈશ્વર જયંતી નિમિત્તે યોજાયેલા યજ્ઞમાં ૨૩૦૦૦ શનિભક્તોએ આહુતિ આપી હતી. આ સાથે મંદિરમાં નવગ્રહ પૂજન પણ કરાયું હતું. સરસપુરમાં આવેલા રંગીલા હનુમાન ખાતે મહંત મોહનદાસજીની ઉપસ્થિતિમાં શનિદેવની મૂર્તિની પ્રતિષ્ઠા કરાઇ હતી. નવા વાડજના જાણીતા ગોપી અન્નક્ષેત્ર ખાતે બિરાજમાન શનિદેવની ભવ્ય મૂર્તિને લોકો તેલ અને કાળા તલ અર્પણ કરતા નજરે ચડ્યા હતાં.
આગળ જુઓ વધુ તસવીરો