જિનાલયના શનિદેવમાં ૨૧ શનિવાર ભરવાનો મહિ‌મા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- રાજ્યમાં માત્ર નવરંગપુરાના જિનાલયમાં શનિમંદિર છે
-
અહીં શનિદેવને તેલ નથી ચડતું, ફક્ત વાક્ષક્ષેપ પૂજા થાય છે

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા શ્વેતાંબર મૂર્તિ‌પૂજક જૈન સંઘનું વિશ્વનાથ જિનાલય રાજ્યનું એકમાત્ર એવું દેરાસર છે જ્યાં શનિદેવની વિધિવત્ સ્થાપના કરાયેલી છે. ૨૦૦પમાં જિનાલયમાં શનિ મહારાજનું મંદિર બનાવાયું ત્યારે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો, પરંતુ આજે દર શનિવારે હજારોની સંખ્યામાં લોકો આ મંદિરે દર્શન કરવા માટે આવે છે.
નવરંગપુરા જૈન સંઘ ખાતે નેમિસૂરીશ્વરજી મ. સા. સમુદાયના આ. ભ. સિંહસેનસૂરિશ્વરજી મ. સા., આ. ભ. ઇન્દ્રસેનસૂરિશ્વરજી મ. સા.ની પ્રેરણાથી શનિદેવતાને બિરાજમાન કરાવાયા છે. જૈન સંઘના પ્રમુખ હેમેન્દ્ર શાહના જણાવ્યાનુસાર, જૈન આગમોમાં જૈનોના ૨૦મા તીથ્ર્‍ાંકર મુનિસુવ્રતસ્વામી ભગવાનના સેવક તરીકે શનિદેવનો ઉલ્લેખ કરાયો હતો. આથી જૈનો પણ શનિદેવની પૂજા-અર્ચના કરે છે. રાજ્યમાં અન્ય કોઈ પણ જગ્યાએ કોઇ જૈન મંદિરમાં શનિદેવની સ્થાપના કરાઈ નથી. આ શનિમંદિરમાં તેલ, આકડાની માળા ચઢાવવામાં આવતી નથી પણ આ વાક્ષક્ષેપ પૂજા કરવામાં આવે છે.