સહારાના ગ્રાહકો બન્યા બસહારા, દસ વર્ષ પછી પઝેશન ન મળતા હોબાળો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સહારા સિટીની સ્કીમમાં મુદત બાદ પઝેશન ન મળતાં હોબાળો
- બેસહારા - કંપનીએ છેતરપિંડી કરી હોવાની બોપલ પોલીસમથકમાં અરજી
- સ્કીમની જમીન સફલ ગ્રૂપને વેચી દીધી હોવાની શંકા
- ગ્રાહકોને ૩૮ માસમાં પઝેશન આપવાની બાંયધરી અપાઈ હતી

સહારા ગ્રૂપે શેલા ગામ પાસે ૨૦૦૪માં સહારા સિટી હોમ્સની સ્કીમ લોન્ચ કરી હતી, જેમાં મકાન બુક કરાવનારા ૩૫૦ ગ્રાહકને પઝેશન લેટરની સમયમર્યાદા બાદ પણ મકાન ન અપાતા હોબાળો સર્જાયો છે. સ્કીમની જમીનમાં છેલ્લાં ૧૦ વર્ષમાં ૧૦ ટકા જ બાંધકામ કરૂી હવે આ જમીન સફલ ગ્રૂપને વેચી દેવાનો સહારા ગ્રૂપ કારસો ઘડી છેતરપિંડી કરી રહ્યું હોવાની શંકાને આધારે સહારાના માલિક સુબ્રતો રોય, સ્કીમના સાઇટ ઇન્ચાર્જ સહિત છ સામે બોપલ પોલીસમથકમાં ફરિયાદ અરજી નોંધાવાઈ છે.

સહારાએ ૨૦૦૪માં સહારા સિટી હોમ્સ નામથી ચાર હજાર ફ્લેટ અને બંગ્લોઝની સ્કીમ લોન્ચ કરી હતી, જેમાં આદિ સિટી હોમ્સ બદાઉ પ્રા. લિ. ડેવલપર તરીકે કામ કરતી હતી. ૨૦૦૪માં લોન્ચ કરાયેલી આ સ્કીમમાં ૨૦૧૦ સુધીમાં કંપનીના જણાવ્યાનુસાર ૩૫૦ લોકોએ મકાન બુક કરાવ્યાં હતાં. સહારાએ મકાન બુક કરાવનારા લોકો પાસેથી અંદાજિત ૧૨૦ કરોડ રૂપિયા બુકિંગ એમાઉન્ટ લીધી હતી, જેમાં દરેક ગ્રાહકોને મકાન બુક કરાવતાં જ એક પઝેશન લેટર અપાયો હતો, જેમાં મકાન બુક કરાવ્યાના ૩૮ મહિનામાં મકાનનું પઝેશન મળશે તેમ જણાવાયું હતું.

આગળ વાંચો જમીન વેચી દીધાની શંકા