• Gujarati News
  • Sabarmati Purification Project Central And State Government

કેન્દ્ર-રાજ્યનાં સહિયારા પ્રયાસ: સાબરમતીના શુદ્ધીકરણ માટે 444 કરોડના પ્રોજેક્ટને મંજૂરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(સાબરમતી રિવરફ્રન્ટની ફાઈલ તસવીર)
- કેન્દ્ર સરકાર 70% 311.72 કરોડ
- રાજ્ય સરકાર 73% 132.72 કરોડ
- પ્રતિબંધ: હવેથી નદીમાં ગંદું પાણી નહીં છોડી શકાય
-કેન્દ્રની બીજા તબક્કા માટે મંજૂરી
ગાંધીનગર : સાબરમતી નદીના શુદ્ધીકરણ માટે કેન્દ્ર સરકારે વધુ એક મોટી રાહત આપી છે અને બીજા તબક્કાની કામગીરી માટે રૂ. 444.44 કરોડના પ્રોજેક્ટને લીલી ઝંડી આપી છે. જે પૈકી 70 ટકા રકમ કેન્દ્ર સરકાર ફાળવશે અને બાકીના 30 ટકા ગુજરાત સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાએ ભોગવવાના રહેશે.મ્યુનિ.ના ચીફ એન્જિનિયર તરુણ લાડે જણાવ્યું હતું કે, અગાઉ ફેઝ-1ના પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારે રૂ. 90 કરોડ ફાળવ્યા હતા.

કેન્દ્ર સરકારે બીજા તબક્કાના કામકાજ માટે મહત્વની મંજૂરી આપી છે. બીજા તબક્કાની કામગીરી પૂર્ણ થશે એટલે શહેરમાં આવતા સાબરમતી નદીના ભાગમાં અનટ્રીટેડ અથવા અધકચરું ટ્રીટમેન્ટ કરાયેલું ગટરનું પાણી છોડવા પર પ્રતિબંધ મૂકાશે. એટલું જ નહીં, ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટરને પ્રાથમિક ટ્રીટમેન્ટ આપ્યા બાદ જ સુએઝ લાઈનમાં છોડવાનું રહેશે.

શુદ્ધીકરણમાં કેન્દ્ર-રાજ્યના સહિયારા પ્રયાસો

સરકારે ફેઝ-2ના કામ માટે કુલ 444.44 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આમાં કેન્દ્ર અને રાજ્ય-અમ્યુકોએ કેટલી રકમ કાઢવી પડશે તે નીચે મુજબ છે.
આગળ વાંચો ફેઝ-2 : આ કામગીરી થશે, ફેઝ-1 :આ કામગીરી થઈ