• Gujarati News
  • RTOs Will Be Scrapped Soon, Says Gadkari, Facts And Figures Of RTO Gujarat

RTOની દુકાન: તો, ગુજરાતની 45 કચેરીઓને વાગશે તાળાં, મલાઇદાર ચેકપોસ્ટ પર કાયમી ચેકડો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(એક સરહદી ચેક પોસ્ટની ફાઇલ તસવીર)
અમદાવાદ : કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, ભ્રષ્ટાચારમાં ડૂબેલા આરટીઓને બંધ કરવામાં આવશે. તે પછી મોટા ભાગનું કામ ઓનલાઈન કરવામાં આવશે. ગડકરીના આ નિવેદન બાદ એક નવી ચર્ચાનો દોર શરૂ થઇ ગયો છે. આ નિર્ણય લેવાઇ જશે ત્યારે ગુજરાતમાં જ 45 જેટલી કચેરીઓને એક સાથે તાળાં વાગી જશે. ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ કમિશનરથી માંડી સરહદી ચેકપોસ્ટ સુધી આખું નેટવર્ક છે. દરેક જિલ્લામથકે એક આરટીઓ કચેરી છે. સાથે જ, મલાઇદાર ગણાતી આ નોકરીને પણ બ્રેક વાગી જશે એવું લોકો માની રહ્યાં છે. આ કચેરીઓ દ્વારા સરકારને વરસે અંદાજે બે હજાર થી અઢી હજાર કરોડ જેટલી આવક પણ થતી હતી. અન્ય વેરાઓ દ્વારા પણ લાખોની આવક થાય છે. સત્તાવાર આવકની સાથે લાંચનું પ્રમાણ પણ વધુ હોય છે. આરટીઓ બંધ કરવાના નિર્ણયથી સરહદી ચેકપોસ્ટ પર નોકરી કરતા કર્મચારીઓમાં નિરાશાની લાગણી ફેલાઇ ગઇ છે. શામળાજી, અમીરગઢ, ભિલાડ, જામનગર, અંબાજી જેવી ચેકપોસ્ટ પર પોસ્ટિંગ માટે ભારે માંગ રહે છે.
ગુજરાતમાં RTOનું માળખું
ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ કમિશ્નરની કચેરી છે જે પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગની તળે કામ કરે છે. ટ્રાન્સપોર્ટ કમિશ્નરની કચેરી નીચે વિવિધ જિલ્લાઓમાં 14 પ્રાદેશિક વાહનવ્યહવાર કચેરીઓ છે. 14 અધિક પ્રાદેશિક વાહનવ્યહવાર કચેરીઓ મળી કુલ 28 પ્રાદેશિક વાહનવ્યહવાર કચેરીઓ કાર્યરત છે. 14 સરહદી ચેકપોસ્ટ છે. બે IMV (Inspector Motor Vehicle) કચેરી છે. આ દરેક કચેરીઓમાં મોટો સ્ટાફ કામ કરે છે. સરહદી ચેક્પોસ્ટ ભિલાડ, વઘઇ, સોનગઢ, ઝાલોદ, દાહોદ, છોટાઉદેપુર, શામળાજી, અંબાજી, અમીરગઢ, થરાદ, ગુંદરી, સામખિયાળી, જામનગર ખાતે છે. આ તમામ ચેકપોસ્ટ મલાઇદાર ગણાય છે અને અહીં પોસ્ટિંગ માટે ઓન બોલાતી હોય છે. જિલ્લામાં પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી હોય છે જેની નીચે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, મોટર વ્હીકલ ઇંસ્પેક્ટર, સહાયક મોટર વ્હીકલ ઇંસ્પેક્ટર, વહીવટી અધિકારી, મોટર વ્હીકલ પ્રોસીક્યુટર અને સહાયક સ્ટાફ હોય છે.
કુલ 45 કચેરીઓ
ટ્રાન્સપોર્ટ કમિશ્નરની કચેરી - 1
પ્રાદેશિક વાહનવ્યહવાર કચેરીઓ - 14
અધિક પ્રાદેશિક વાહનવ્યહવાર કચેરીઓ- 14
બે IMV (Inspector Motor Vehicle) કચેરી -2
ચેકપોસ્ટ - 14
આગળ વાંચો... ગુજરાતમાં દર વરસે 25 હજારથી 35 હજાર અકસ્માતો, ગુજરાતમાં દર વરસે લાખો લાયસન્સ, ડુપ્લિકેટિંગ ખતમ થશે, શું કહ્યું હતું ગડકરીએ? શું કહ્યું હતું ગડકરીએ? શું હોય છે RTOની કામગીરી?