તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • RTE Rule Not Strong Implementation In Gujarat Schools Seat Increase

RTE હેઠળ કડક અમલનો અભાવ કારણભૂત: સ્કૂલોની બેઠક ભરાતી નથી, વધારો ચાલુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-પળોજણ: ચાલુ વર્ષે કુલ 30 હજાર બેઠકોમાં અમદાવાદ શહેરની 3000 અને જિલ્લાની 2500 બેઠકો
-RTE હેઠળ કડક અમલનો અભાવ કારણભૂત
અમદાવાદ : રાજ્યની વિવિધ બોર્ડની ખાનગી સ્કૂલોમાં રાઇટ ટુ એજ્યુકેશન (આરટીઇ) હેઠળ કડક અમલના અભાવે સ્કૂલોમાં ખાલી રહેતી બેઠકો અંગે ઉકેલ શોધવાના બદલે રાજ્ય સરકાર દ્વારા વાલીઓને સારું લગાડવા માટે બેઠકોમાં વધારો કરી રહ્યું છે. ગત વર્ષે શહેરમાં 2000ની સામે 600 અને જિલ્લામાં 1400ની સામે માત્ર 797 બેઠકો ભરાઇ હતી. તેમ છતાં ચાલુ વર્ષે 65 ટકા સુધી બેઠકો વધારાઈ છે, જે મુજબ શહેરની 900 સ્કૂલોમાં 3000 અને જિલ્લાની 600 સ્કૂલોમાં 2500 બેઠકો ભરાશે. બીજી તરફ આરટીઇ હેઠળ પ્રવેશ નહીં આપનારી સ્કૂલો સામે 25,000 દંડ અને સ્કૂલની માન્યતા રદ કરવા સુધીના પગલાં ભરવાની તંત્ર દ્વારા ચીમકી ઉચ્ચારાઈ છે.

આરટીઇના નિયમ હેઠળ ગતવર્ષે શહેરમાં 2000 અને જિલ્લામાં 1400 બેઠકો ભરવાની હતી. પરંતુ ગતવર્ષે તંત્રએ કડક અમલ નહીં કરતાં મોટાભાગની બેઠકો ખાલી રહી હતી. બીજીતરફ વાલીઓની કડક કાર્યવાહીની માંગને ધ્યાનમાં લેવાના બદલે સરકારે ચાલુવર્ષે આરટીઇ હેઠળની બેઠકોમાં વધારો કર્યો છે. જે મુજબ ગતવર્ષે રાજ્યમાં કુલ 18,300 બેઠકો હતી જે વધારી 30,000 બેઠકો કરાઇ છે.

જેમાં અમદાવાદ શહેરમાં 3000 અને જિલ્લામાં 2500 બેઠકો વધી છે. જ્યારે ના. જિ. શિ.અધિકારી જી.આર.કડીવારના જણાવ્યા અનુસાર આરટીઇ હેઠળ પ્રવેશ માટે જિલ્લાની નિયત કરાયેલી 18 સ્કૂલોમાં 16થી 28મી જાન્યુ.સુધી ફોર્મ વિતરણ થશે જે ભરીને 5મી ફેબ્રુઆરી સુધીમાં નિયત કરાયેલી સ્કૂલમાં પરત કરવાનું રહેશે. જેની કોપી ડીપીઓ કચેરીમાં આપવાની રહેશે. ત્યાર બાદ મળનારી બેઠકમાં અરજીના આધારે ફાળવણી કરી 28મી ફેબ્રુઆરી સુધીમાં યાદી ખાનગી સ્કૂલને મોકલી દેવાશે.

હવે મામલતદાર-ટીડીઓનું સર્ટિફિકેટ માન્ય
આરટીઇ હેઠળ પ્રવેશ લેવા માટે રજૂ કરવામાં આવતું આવકનું સર્ટિફિકેટ મામલતદાર કે ટીડીઓનું જ માન્ય રહેશે. આ સિવાય સ્થાનિક કોર્પોરેટર કે ધારાસભ્ય દ્વારા અપાતા આવકના સર્ટિફિકેટ માન્ય નહીં રહે.

જનરલ કેટેગરીમાં કુટુંબની વાર્ષિક આવક વધારવા માગ
આરટીઇ હેઠળ પ્રવેશ માટે જનરલ કેટેગરીમાં કુટુંબની વાર્ષિક આવક વધારવા વાલીઓમાં માંગ ઊઠી હતી. તેમ છતાં આવકમાં નજીવો વધારો કરવામાં આવ્યો છે. જે મુજબ ગતવર્ષે શહેરમાં કુટુંબની વાર્ષિક 36000 હતી તે વધારી 68000 અને જિલ્લામાં 27000થી વધારી 47000 આવક કરાઇ છે. આ આવક મર્યાદા એક લાખ સુધીની કરવાની માંગ ઉચ્ચારવામાં આવી છે.

મ્યુનિ.કમિ. સમય નથી આપતાં
શહેરની સ્કૂલોમાં આરટીઇ હેઠળ પ્રવેશ આપવા માટેની કમિટીના અધ્યક્ષ મ્યુનિ.કમિશનર ડી.થારા છેલ્લા કેટલાય દિવસોથી વ્યસ્ત હોવાથી સમય આપી શક્તા નહીં હોવાથી આરટીઇની કામગીરી ખોરંભે પડી છે.