આ વખતે રથ યાત્રામાં મળશે હાઇટેક આકાશી સુરક્ષાઃ જુઓ તસવીરો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ વખતના રથયાત્રા બંદોબસ્તમાં તમને માત્ર પોલીસ એકલી જ જોવા નહિ મળે. જો, શહેર પોલીસનું આયોજન સફળ થશે તો, પોલીસ પાસે આ બંદોબસ્તમાં ત્રણ મોબાઈલ કમ્પાઉન્ડ કંટ્રોલ વેહિકલ (એમ સી સી વી) નો સમાવેશ થશે.

આ વાહનો પર કેમેરા લગાવાયા હશે અને આ કેમેરા સીધા જ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા હશે જે રસ્તા પર અબંતી ઘટનાઓનો આંખે દેખ્યો અહેવાલ આપશે. સુત્રો ના જણાવ્યા અનુસાર, રથયાત્રાના પેટ્રોલિંગ દરમિયાન ત્રણ એમસીસીવી રસ્તાઓ પર હાજર રહેશે. આવું એક વહન તો કમિશનર ઓફીસ પર પહોચી પણ ગયું છે.

ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, એન એન ચૌધરીના જણાવ્યા પ્રમાણે, "આ એક ખૂબ જ અલગ પ્રકારનું વાહન છે જે સંપૂર્ણ રીતે બધા જ ટેક્નિકલ પાસાઓથી સજ્જ છે." તેમણે ઉમેર્યું કે, "આ વાહન જીપીએસથી સજ્જ હશે અને તે રથ યાત્રામાં ક્યાં છે તે ખૂબ જ સરળતાથી જાની શકાશે. આ વાહનો મુખ્યત્વે શાહપુર, દરિયાપુર, જમાલપુર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવા માટે વપરાશે." એમસીસીવી બનાવવા નાના વાહનનો ઉપયોગ કરાયો છે જેથી કરીને તે શહેરની સાંકડી ગલીઓમાં ખૂબ આસાનીથી હારી ફરી શકે. આ વાહનોની મદદથી પોલીસ કોઈ પણ પરિસ્થિતિને ખૂબ જ સરળતાથી પહોચી વળવા સક્ષમ બનશે.

અહી નોંધનીય છે કે દર વર્ષે રથયાત્રા જમાલપુરથી નીકળીને સરસપુર, કાલુપુર જેવા સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થઈને જમાલપુર પરત આવે છે. દર વર્ષે પોલીસ ખાનગી વાહનો ઉપર આ કેમેરા લગાવીને કામચલાઉ વ્યવસ્થા કરે છે.