તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આર. કે. સિંઘ એક્સાઈઝ-સર્વિસ ટેક્સ ચીફ કમિશનર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડિરેકટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલજિન્સમાં એડશિનલ ડાયરેકટર જનરલની ફરજ બજાવનારા આર. કે. સિંઘને પ્રમોટ કરીને અમદાવાદ સેન્ટ્રલ એક્સાઈઝ એન્ડ સર્વિસ ટેક્સના નવા ચીફ કમિશનર બનાવવામાં આવ્યાં છે. આ પદ પર રહેલા રાકેશ મિશ્રાની બદલી કરીને અમદાવાદ કસ્ટમ ચીફ કમિશનર્સ બનાવવામાં આવ્યાં છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઈઝ એન્ડ કસ્ટમએ કમિશનર્સને પ્રમોશન આપીને નવા વર્ષની ભેટ આપી છે.

આ પ્રમોશનના આદેશો બાદ અમદાવાદ સેન્ટ્રલ એક્સાઈઝ-સર્વિસ ટેક્સ ચીફ કમિશનર તરીકે નિમણુંક પામેલા આર કે સિંઘે બુધવારે તમામ શાખાઓનો રાઉન્ડ લીધો હતો. કમિશનર્સમાં બદલીનો રોઉન્ડ આવ્યા બાદ અધિકારીઓ હવે ડેપ્યુટી કમિશનરથી જોઈન્ટ કમિશનરના પ્રમોશનની રાહ જોઈ રહ્યાં છે. તેઓને એવો પણ ભય છે કે આ પ્રમોશનના ઓર્ડરમાં બોર્ડ એપ્રિલ સુધીનો સમય ના ખેંચી લે.

કોને કઈ જગ્યા પર પ્રમોટ કરાયા
-એ. કે. ગુપ્તા, અમદાવાદ કસ્ટમ કમિશનર - પ્રમોશન બાદ દિલ્હી સેન્ટ્રલ એક્સાઈઝ ચીફ કમિશનર
-જયંત મિશ્રા, નોઇડાના કમિશનર -પ્રમોશન બાદ વડોદરા સેન્ટ્રલ એક્સાઈઝ કમિશનર
-એન. કે. ભુજબલ, ભાવનગરના કમિશનર - બદલી બાદ પટનાના કમિશનર
-ઈન્દ્રજિત દાસગુપ્તા, વડોદરા સેન્ટ્રલ એક્સાઈઝ કમિશનર - પ્રમોશન બાદ મૈસૂર સેન્ટ્રલ એક્સા ઈઝના ચીફ કમિશનર